Team Chabuk-Gujarat Desk: ગુજરાતભરના બહુચર્ચિત એવા કિશન બાળિયા હત્યાકેસમાં પોલીસને સફળતા મળતા આ ઘટનાને અંજામ આપનારા બંને આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. પોલીસે શબ્બીર ઉર્ફે સાબા દાદાભાઈ ચોપડા અને ઈમ્તીયાઝ ઉર્ફે ઈમ્ત મહેબુબભાઇ પઠાણની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાને પોલીસ પણ કોઈ મોટા ષડયંત્રના ભાગરૂપે જોઈ રહી છે. ધીમે ધીમે આ હત્યાકેસના અનેક રહસ્યો ઉજાગર થઈ રહ્યા છે. ખાસ કરીને કેવી રીતે આરોપીઓ પ્રથમ મુંબઈના મૌલાના અને બાદમાં અમદાવાદના મૌલવીના સંપર્કમાં આવ્યા. મુંબઈથી અમદાવાદની આ સફરને ચાર પ્રકરણમાં સમજીએ.
પ્રકરણ-1-ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યો
આ વિષય પર અમદાવાદ ગ્રામ્યના એસ.પી વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે, આરોપીઓની પૂછપરછ કરવામાં આવી અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શબ્બીર આજથી બરાબર એક વર્ષ અગાઉ દિલ્હી ખાતે રહેતા મૌલાના કે જેઓ કોઈ ખાસ સંગઠન સાથે સંકળાયેલા છે તેમના સંપર્કમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યો હતો.
પ્રકરણ-2-વીડિયો જોયો અને પ્રભાવિત થઈ ગયો
આજથી નવ મહિના પહેલા શબ્બીર મુંબઈ તેમને મળવા ગયો હતો. તેની પાછળનું કારણ તેમના વીડિયો હતા. આરોપી મૌલાનાના વીડિયો જોઈ તેમનાથી પ્રભાવિત થઈ ગયો હતો. શબ્બીર મુંબઈ ગયો ત્યાં તેને ધર્મ વિરૂદ્ધમાં કોઈ ગુસ્તાખી કરે તો તેનો વિરોધ કરવા અંગેની ચર્ચા થયેલી. એટલું જ નહીં, અહીંથી તેને અમદાવાદના જમાલપુર ખાતે રહેતા મૌલાના મહંમદ ઐયુબ યુસુફભાઈ જારાવાલાનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
પ્રકરણ-3-ચર્ચા થઈ
કહ્યું માન્યું અને ત્યાંથી આરોપી શબ્બીર અમદાવાદના જમાલપુર ખાતે મેહમુદજી અલીજીની ચાલી, આફતાબ બેકરીની સામે મૌલાના મહંમદ ઐયુબ યુસુફભાઈ જાવરાવાલાને મળ્યો હતો. અહીં તેમની ધર્મ વિરોધી નિવેદનો આપતા માણસોની વિરૂદ્ધ કામ કરવા માટે ચર્ચા થઈ હતી. ચાર મહિના પહેલા મુંબઈના મૌલાના જ્યારે અમદાવાદમાં શાહઆલમ ખાતે આવ્યા ત્યારે ત્યાં મૌલાના અયુબ પણ હાજર હતા. અહીં શબ્બીર તેમને મળ્યો હતો.
પ્રકરણ-4 પીસ્ટલ અને કારટીઝ મેળવ્યા
હત્યાના પાંચ દિવસ પૂર્વે પણ શબ્બીર અમદાવાદના મૌલવીને મળ્યો હતો. મૌલવી અયુબ જાવરવાલાએ હત્યાને અંજામ આપવા માટે પીસ્ટલ અને કારટીઝ આપ્યા હતા. હાલ પોલીસ એ દિશામાં કામ કરી રહી છે કે મુંબઈનો મૌલાના છે કોણ? અને તેના સંપર્કમાં આવા કેટલા વધારે યુવાનો છે? જો આવા યુવાનો છે તો તે તેના વિચારોથી પ્રભાવિત થઈ ગુનાહિત પ્રવૃતિમાં ધકેલાય રહ્યા છે કે શું ? આરોપીની પૂછપરછમાં બે મૌલવીની વાત સામે આવી છે, પણ હજી ચોક્કસ નામ બહાર આવ્યાં બાદ પોલીસ નામની જાહેરાત કરશે. હવે આ કેસમાં વધુ ચોંકાવનારી વિગત સામે આવે એવી શક્યતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
