Homeગુર્જર નગરીતાઉતેએ મચાવેલી તબાહી બાદ મોડે મોડે પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ પાછળનું કારણ શું...

તાઉતેએ મચાવેલી તબાહી બાદ મોડે મોડે પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ પાછળનું કારણ શું ?

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં તાઉતે વાવાઝોડાએ મચાવેલી તબાહીના ભયાવહ દૃશ્યો સામે આવી ચૂક્યા છે. હવે કુદરતના કહેરના કારણે અસ્તવ્યસ્ત બનેલા જનજીવનમાં પુન:સંચાર લાવવા માટે તમામ લોકોએ હાથ મિલાવ્યા છે. આ વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ વાવાઝોડમાં અસરગ્રસ્તોની વહારે જઈ રહ્યાં છે. જોકે સુત્રો કહી રહ્યા છે કે પાટીલ 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની અસર બરકરાર રાખવા માટે જઈ રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ બુધવાર અને ગુરૂવારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓની મુલાકાત લઈ રહ્યા છે. આ મુલાકાત અંગે ભાજપે સ્પષ્ટતા કરી છે કે તેઓ તાઉતે વાવાઝોડામાં અસરગ્રસ્તોની મુલાકાતે જઈ રહ્યા છે. જોકે બીજી બાજુ સુત્રો એવું કહી રહ્યા છે કે પાટીલ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સબ સલામત છે કે નહીં એ જોવા જઈ રહ્યા છે.

મહત્વનું છે કે કોરોનાના કારણે ભારતીય જનતા પાર્ટી મુસીબતમાં મુકાઈ છે. લોકોનો મૂડ પહેલાથી ખરાબ છે. એવામાં અત્યારથી લોકોની વહારે જવું જ ઉચિત છે. કારણ કે આવનારા વર્ષે ચૂંટણી હશે અને ચૂંટણી પહેલા જ કોરોના અને વાવાઝોડા સહિતની ઘટનાઓએ ભારતીય જનતા પાર્ટીની મુસીબતમાં વધારો કરી દીધો છે. બીજી બાજુ તાઉતે પ્રવાસના બીજા દિવસથી જ અધ્યક્ષ સી.આર.પાટીલે સૌરાષ્ટ્રનો પ્રવાસ કરવાની જરૂર હતી, કારણ કે આ પહેલા ગોપાલ ઈટાલિયાએ તબાહીના બીજા દિવસથી જ કામગીરી શરૂ કરી દીધી હતી. પાટીલના સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન બક્ષીપંચ મોરચો પણ અસરગ્રસ્તોને કિટનું વિતરણ કરશે. આ કિટના માધ્યમ દ્વારા પાટીલ સામાન્ય લોકોની વધારે નજીક જશે.  

ઉલ્લેખનીય છે કે તાઉતે વાવાઝોડમાં ગિર સોમનાથ અને અમરેલી જિલ્લો સૌથી વધારે અસર પામ્યાં છે. ઉના તાલુકામાં તાઉતેએ સર્વનાશ વેર્યો છે તો અમરેલી સહિતના સૌરાષ્ટ્રના કેટલાક ગામડાઓ અને તાલુકાઓની કમર ભાંગી નાખી છે. વીજ પૂરવઠો ધીમે ધીમે સક્રિય થઈ રહ્યો છે, છતાં છેવાડાના ગામ સુધી પહોંચતા હજુ વાર લાગશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments