Homeગુર્જર નગરીસુરત: ‘પોલીસ સ્ટેશનમાં ચેન્જ રૂમ ન હોય ગાર્ડનમાં ચડ્ડો બદલી નાખો…’

સુરત: ‘પોલીસ સ્ટેશનમાં ચેન્જ રૂમ ન હોય ગાર્ડનમાં ચડ્ડો બદલી નાખો…’

Team Chabuk-Gujarat Desk: સુરતના અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં ચડ્ડો ગાર્ડનમાં બદલી નાખવાની ઘટનાએ સમગ્ર ગુજરાતને વિચારતું કરી દીધું છે. શહેરના પોલીસ સ્ટેશનમાં બે યુવકો કર્ફ્યૂ ભંગના ગુનામાં ઝડપાયા હતા. પકડાયેલા વ્યક્તિને છોડાવવા માટે જામીનદાર આવ્યા ત્યારે તેમણે ચડ્ડો પહેરેલો હતો. આ જોઈ પોલીસે પેન્ટ પહેરી આવવાનું સૂચન કર્યું હતું. જામીનદારે ભારે વીનવણી કરી હતી પણ પોલીસ સાહેબ પેન્ટ પર ટકી રહ્યા હતા. જોકે જામીનદારની સાથે આવેલા મિત્રએ તેનું પેન્ટ પહેરી લેવાનું કહ્યું હતું. જ્યારે જામીનદારે પોલીસને પૂછ્યું કે, ‘સાહેબ ચેન્જરૂમ ક્યાં છે’ ત્યારે પોલીસે જવાબ આપ્યો હતો, કે ગાર્ડનમાં બદલી નાખો.

મુદ્દો થોડો વણસ્યો હતો અને જામીનદારની સાથે પોલીસની પણ શાબ્દિક ટક્કર થઈ હતી. રકઝક લાંબી ચાલતા ફરજ પર ઉપસ્થિત મહિલા કર્મચારીએ પણ સાથી પોલીસની સાથે સૂરમાં સૂર મિલાવી કહ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં ચેન્જિંગ રૂમ ન હોય. આખરે જામીનદારને ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા.

આ અંગે જ્યારે પોલીસ સ્ટેશનના પીઆઈ દિપક કોરાટ સાહેબને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં જ્યારે પણ આવો ત્યારે મર્યાદામાં આવો. આ શીખવવા માટે જ ટકોર કરવામાં આવી હતી. અમારો અન્ય કોઈ પણ પ્રકારનો આગ્રહ નહોતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments