Homeતાપણુંઓવૈસીનો યોગી પર કટાક્ષ: બાબા લોકો પોતાના મનમાં ગમે તે તથ્ય બનાવે...

ઓવૈસીનો યોગી પર કટાક્ષ: બાબા લોકો પોતાના મનમાં ગમે તે તથ્ય બનાવે છે અને પીરસી દે છે

Team Chabuk-Political Desk: ઉત્તર પ્રદેશની ચૂંટણીના ઘમસાણમાં ઈતિહાસનો વિષય આવી ગયો છે. ઉત્તર પ્રદેશ ભાજપના મુખ્યમંત્રીનું ઈતિહાસનું જ્ઞાન ફરી શંકાના સકંજામાં આવી ગયું છે. બીજી બાજુ વિરોધ પક્ષને ચૂંટણીના ગરમાગરમ માહોલમાં ભાજપના મુખ્યમંત્રીનું ઈતિહાસનું અજ્ઞાન સામે આવી જતા મોજ આવી ગઈ છે. તેઓ યોગીને ઘેરવાની કોઈ તક નથી છોડી રહ્યા. ઉત્તર પ્રદેશની ચૂંટણી જાતિ, ધર્મ, ગાય, હિન્દુ, મુસ્લિમ, મંદિર, મસ્જિદ, અયોધ્યા સહિત વિકાસના કાર્યો પર આધારિત હશે તેવું લાગતું હતું. એમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કારણે હવે ઈતિહાસનું કોર્સ બહારનું પેપર પણ સામેલ થઈ ગયું છે. પહેલા જાણી લઈએ કે યોગી આદિત્યનાથે ઈતિહાસ ઉપર શું ટીપ્પણી કરી.

‘‘ઈતિહાસને કેવી રીતે તોડવા મરોડવામાં આવે છે. આપણો ઈતિહાસ ચંદ્રગુપ્ત મોર્યને મહાન નથી માનતો. તેમણે તો એ વ્યક્તિને મહાન બતાવ્યો છે જે ચંદ્રગુપ્ત સામેનું યુદ્ધ હારી ગયા હતા-એલેક્ઝાન્ડર. તેને એલેક્ઝાન્ડર ધ ગ્રેટ કહેવામાં આવે છે. દેશની સાથે આ મોટી છેતરપિંડી થઈ છે. પણ આપણા ઈતિહાસકારો શાંત બેઠા છે. એ સત્ય નથી જણાવી રહ્યા.’’

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવેલું આ નિવેદન રવિવારના રોજ બ્રાહ્મણ પરિવાર લખનઉના 16માં સ્થાપના દિવસમાં કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં યોગી આદિત્યનાથે તાલીબાનથી લઈ ઈતિહાસ સુધીના કેટલાય ઐતિહાસિક પાનાંઓ ખોલીને રાખ્યા. એવામાં ચંદ્રગુપ્ત મોર્યનો ઉલ્લેખ આવતા ઈતિહાસકારો ઉપર પણ કટાક્ષ કરવાનું કંઈ બાકી ન રાખ્યું. બસ, આ કટાક્ષમાં જ તેઓ ફસાઈ ગયા.

યોગી આદિત્યનાથના આ નિવેદન પર ઓવૈસીએ ખરી મજા લીધી હતી અને દેશની ખાડે ગયેલી એજ્યુકેશન સિસ્ટમની વાત કરતા કહ્યું હતું કે, હિંદુત્વ ફક્ત એક ખોટા ઈતિહાસની ફેક્ટરી છે. ચંદ્રગુપ્ત અને એલેક્ઝાન્ડર તો કોઈ દિવસ લડ્યા જ નહોતા. તેમની વચ્ચે તો કોઈ યુદ્ધ જ નહોતું થયું. કોઈનું આમ કહેવું જ એ દર્શાવે છે કે દેશને એક સારા એજ્યુકેશન સિસ્ટમની ખૂબ જ જરૂર છે. સારી શાળાના અભાવમાં બાબા લોકો પોતાના મનમાં ગમે તે તથ્ય બનાવે છે અને પીરસી દે છે. બાબા શિક્ષણને કોઈ પણ પ્રકારનું મહત્વ નથી આપતા. અને આ તેમના નિવેદનોમાં દેખાઈ રહ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments