Team Chabuk-National Desk: પહેલી નજરે તો એમ થઈ જાય કે પાડોશમાં પણ ભાજપની સરકાર હોવા છતાં આવું થતું હશે. માંડીને વાત કરીએ. ગુજરાતની જીવાદોરી સમાન અને જેના કારણે ગુજરાત સહિતના ત્રણ રાજ્યોને પીવાનું પાણી મળે છે તેમાં હવે ગુજરાત સરકારને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સરકાર પાસેથી કેટલાક રૂપિયા લેવાના થાય છે. આ રકમ નાની પણ નથી છતાં ગુજરાતની સરકાર ખાલી પત્ર વ્યવહાર કરી પ્રત્યાયન કરી રહી છે.
ગુજરાત સરકારે લેવાની જે રકમ છે તેનો કુલ આંકડો થાય છે 6,934.19 કરોડ રૂપિયા. આ કંઈ નાની એવી રકમ નથી. એ તો તમે પણ જાણો જ છો. વાત એવી છે કે જે કડકાઈથી ગુજરાત સરકાર ગુજરાતમાં ઉઘરાણી કરી લે છે એવી કડકાઈ તે પાડોશનાં અને પોતાની જ પાર્ટીના રાજ્ય સામે નથી રાખી શકતી. નહીંતર બાજુમાં મિત્ર રાજ્ય શિવરાજ સિંહ ચૌહાણની જ સરકાર છે. ઉપર દર્શાવેલા આંકડામાંથી મધ્યપ્રદેશની પાસેથી ગુજરાતે 4,764.35 કરોડ રૂપિયા લેવાના છે.
મધ્યપ્રદેશમાં થોડા સમય પહેલા કમલનાથની કોંગ્રેસની સરકાર હતી. એ સરકાર પડી જતા શિવરાજ સિંહને ફરી મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. કમલનાથની સરકાર હતી એવે ટાણે ગુજરાત સરકાર ક્યાં રકમ આપે છે એવો મુદ્દો આગળ ધરી દેતી હતી, જોકે હવે પાડોશી પણ પોતાનો જ છે છતાં ઉઘરાણીમાં જોઈએ એવી લાલ આંખ કરવાની જગ્યાએ ખૂદની જ આંખમાંથી ભાગીદારીના રૂપિયા કઢવતા પાણી નીકળી ગયા છે.
આંકડાની દૃષ્ટીએ જો વાત કરવામાં આવે તો નર્મદા યોજનામાં ગુજરાતના કેટલાક ભાગીદાર રાજ્યો પણ સામેલ છે. 31મી ડિસેમ્બર 2020ની સ્થિતિ આંકડાકીય રીતે તપાસીએ જેથી આપની સમક્ષ સમગ્ર ચિતાર આવે.
| રાજ્ય | પૈસા (કરોડમાં) |
| મધ્યપ્રદેશ | 4,764.35 |
| મહારાષ્ટ્ર | 1627.66 |
| રાજસ્થાન | 542,18 |
ઉપરોક્ત રકમમાંથી વિવાદિત અને બિનવિવાદિત જેવી રકમ પણ નીકળે છે. એમાંય મધ્યપ્રદેશ જેવા રાજ્યની પાસેથી તો પુન:વસનનાં પેટે 870.35 કરોડ અને વ્યાજનો આંકડો ઉમેરવામાં આવે તો 2189.61 કરોડ, આ રીતે કુલ 3059.96 કરોડ લેવાના થાય છે. આ રકમ વિવાદિત છે. જ્યારે સામે બિન વિવાદિત રકમનો આંકડો 1704.39 છે. કોંગ્રેસની મહાવિકાસ અઘાડી સરકાર ગુજરાતની ભાજપ સરકાર સામે પૈસા આપવામાં આનાકાની કરે એ તો સમજ્યા પણ ભાજપને જ ભાજપની સરકાર પણ હસી કાઢે એવી સ્થિતિ ઊભી થઈ છે.
રાજસ્થાન સરકારે પણ ગુજરાતને 1627.66 કરોડ આપવાના છે. જેમાં પુન:વસનના અને અન્ય ખર્ચના 68.70 કરોડ અને વ્યાજ પેટે 463.90 કરોડનો સમાવેશ થાય છે. કુલ વિવાદિત રકમ 532.60 થઈ જ્યારે બિનવિવાદિત રકમ 9.58 કરોડ થઈ છે.
ગુજરાતની ભાજપ સરકાર ભાગીદારીઓને મહિનાના અંતે પત્ર લખી નાખે છે અને એ પત્રનો જવાબ આવતો નથી. કોંગ્રેસ અને મહાવિકાસ અઘાડીની સંયુક્ત સરકારની સાથે સાથે હવે તો ભાજપની સામે ભાજપાના ભેરુઓ જ શિંગડા ભરાવતા થઈ ગયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત