Homeગુર્જર નગરીગુજરાતમાં તલાટી કમ મંત્રીઓની આટલી જગ્યા ખાલી છે, પણ ભરતી ક્યાં ?

ગુજરાતમાં તલાટી કમ મંત્રીઓની આટલી જગ્યા ખાલી છે, પણ ભરતી ક્યાં ?

Team Chabuk-Gujarat Desk: હજુ પરમ દહાડે સરકારે વિધાનસભામાં 1777 લોકોને રોજગારી આપી હોવાની વાત ઉચ્ચારી હતી. ઉપરથી પ્રાઈવેટ સેક્ટરમાં મોટી સંખ્યામાં નોકરીઓ ઊભી કર્યાની વાત પણ કહી હતી. જોકે હવે એક નવો મુદ્દો સામે આવ્યો છે. અને એ છે તલાટી કમ મંત્રીનો. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી તલાટી કમ મંત્રીઓની ભરતી નથી થઈ. ઉપરથી જે ભરતીઓ થઈ છે તેમાં પણ કંઈક ને કંઈક ભવાડા થયા છે. કાં તો પેપર ફૂટી જાય છે અથવા તો વિરોધ પક્ષ કોંગ્રેસ ચોરી કરનારના સીસીટીવી ફૂટેજ લઈને મીડિયા સામે આવી જાય છે. આ કારણે ગુજરાતમાં ભરતીની પારદર્શકતા જાણે સાતમાં પાતાળમાં ઉતરી ગઈ હોય એવું વિદ્યાર્થીઓને લાગી રહ્યું છે. આ વચ્ચે તલાટી કમ મંત્રીની ખાલી જગ્યાઓમાં ભરતીનો મુદ્દો ફરી સપાટી પર આવ્યો છે.

ગુજરાતમાં તલાટી કમ મંત્રીની કુલ 2634 જગ્યાઓ ખાલી છે. આટલી જગ્યાઓ ખાલી હોવાના કારણે જ જનતાને પણ વારંવાર ધક્કા ખાવા પડે છે અને કામ પૂરું થતું નથી. જ્યાં જે વ્યક્તિને કામ કરવાનું છે તેની નિમણુંક પણ થઈ નથી. સરકાર આ માટે શું કરી રહી છે ? તેવા સવાલના જવાબમાં પંચાયત મંત્રી દ્વારા વિધાનસભામાં જણાવવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભરમાં તલાટી કમ મંત્રની ખાલી પડેલી જગ્યાઓનાં સાચા આંકડાઓ સામે આવી ગયા હતાં. આ આંકડાઓમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ 160 જગ્યાઓ ખાલી છે. સૌ પ્રથમ જિલ્લાવાર આંકડાઓ પર નજર કરી લઈએ.

જિલ્લોજગ્યા
ભાવનગર160
અમરેલી 151
અમદાવાદ122
બનાસકાંઠા 100
ભરુચ108
જામનગર117
જૂનાગઢ143
કચ્છ116
મહેસાણા118
રાજકોટ137
સુરેન્દ્રનગર119
વડોદરા74
વલસાડ63
સુરત94
પાટણ86
પંચમહાલ82
ખેડા92
આણંદ69
છોટા ઉદેપુર62
દાહોદ61
દેવભૂમિ દ્રારકા72
ગીર સોમનાથ78
પોરબંદર41
ગાંધીનગર45

નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલે 20 લાખ ભરતી કરવાની વાત ઊચ્ચારી છે! એવામાં વિધાનસભામાં તલાટી કમ મંત્રીઓની ભરતીનો સામે આવેલા આંકડા બાદ તેની ભરતી પ્રક્રિયા થાય છે કે નહીં તે જોવાનું રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments