Homeગામનાં ચોરેકિશોરનાં પ્રાઈવેટ પાર્ટમાં કમ્પ્રેસરથી હવા ભરી દેતા આંતરડા ફાટી ગયા

કિશોરનાં પ્રાઈવેટ પાર્ટમાં કમ્પ્રેસરથી હવા ભરી દેતા આંતરડા ફાટી ગયા

Team Chabuk-National Desk: મજાકની એક હદ હોય છે પણ મજાક મજાકમાં એવી મજાક ન કરી બેસાય કે સામેના વ્યક્તિનો જીવ ચાલ્યો જાય. ઉત્તર પ્રદેશના પીલીભીત ખાતેથી આવી જ એક ચોંકાવનારી ખબર આવી રહી છે. ચોખાની મિલમાં કામ કરતા યુવકોએ એક કિશોરનાં ગુપ્તાંગમાં કમ્પ્રેસરથી હવા ભરી દીધી. જેના કારણે બાળકને પેટમાં તકલીફ થવા લાગી. તબિયત ખરાબ થઈ જતાં તેને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો. જ્યાં ડોક્ટરોએ તેનો જીવ બચાવવાના પ્રયાસો કર્યા પણ ત્યાં સુધીમાં કિશોરનું મોત થઈ ગયું હતું. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એમ્બ્યુલન્સ જ્યારે હોસ્પિટલ તરફ જઈ રહી હતી ત્યારે છોકરાએ તેની સાથે થયેલી ઘટનામાં સામેલ આરોપીઓનાં નામ પણ કહ્યા છે. પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.

ઉત્તર પ્રદેશના પીલીભીતના પૂરનપૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરૂનાયક રાઈસ મિલમાં આ ઘટના બની હતી. અહીં 14 વર્ષીય અને ધોરણ 9માં અભ્યાસ કરતાં છોકરાને કામ પર જવું પડ્યું હતું. થોડા સમયથી તેના પિતાને ઈજા પહોંચી હતી. ઘર ચલાવવામાં તકલીફ પડી રહી હતી. જેથી મિલમાં કામ કરવા માટે તેમનો પુત્ર જતો હતો.

રાઈસ મિલમાં તેની જ સાથે ગામના ચાર અન્ય છોકરાઓ પણ જતા હતા. ચોખાની મિલમાં કમ્પ્રેસર દ્વારા ચોખાને પ્રોસેસ કરવાનું કાર્ય થતું હતું. 3 માર્ચનાં રોજ બુધવારના બપોરનાં ભોજનના સમયે ગામડાના જ બે છોકરાઓએ તેને મજાક મજાકમાં પકડી લીધો હતો. જેમાંથી એકે પકડીને તેના પ્રાઈવેટ પાર્ટમાં કમ્પ્રેસર મારફતે હવા ભરી દીધી. તેની સ્થિતિ ગંભીર થઈ જતાં ડોક્ટરે તેને જિલ્લા હોસ્પિટલમાં એડમિટ કરવાનું કહ્યું.

જિલ્લા હોસ્પિટલના ડોક્ટરોએ કહ્યું કે, ઝડપથી કોમ્પ્રેસરની હવા ભરવાના કારણે તેનાં આંતરડા ફાટી ગયા છે અને સ્થિતિ અત્યંત ગંભીર છે. ઈલાજ કરવા છતાં તેના સ્વાસ્થ્યમાં કોઈ પ્રકારનો સુધાર નહોતો આવ્યો. જે પછી તેને બરેલીની પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઈલાજ દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટના એક જ ગામડાની હોવાથી આરોપી પક્ષ દ્વારા ભીનું સંકેલવા માટે પીડિત પક્ષ સાથે વાટાઘાટો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.

આ ઘટનાનાં પગલે પોલીસ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાને ત્રણ દિવસ જેટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી. કારણ કે પીડિત પક્ષ તરફથી કોઈ પણનાં દ્વારા લેખિત ફરિયાદ નોંધવવામાં આવી નહોતી. આ અંગે એસપી જય પ્રકાશનું કહેવું છે કે, પીડિત પરિવારે અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ થયા પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. જે પછી ત્રણે આરોપીઓ વિરૂદ્ધ ઈરાદા વગરની હત્યા નિપજાવવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્રણેની હાલ ધરપકડ કરવામાં આવેલી છે.

તાજેતાજો ઘાણવો 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments