Team Chabuk-Gujarat Desk: અમરેલીમાં ભાઈબીજના તહેવારે ખૂની ખેલ ખેલાયો. ધારીમાં પૂર્વ મંત્રી અને ભાજપ નેતા મધુબેન જોશીની હત્યા થતાં હડકંપ મચી ગયો છે. પડોશીએ ફટાકડા ફોડવા જેવી સામાન્ય બોલાચાલીમાં મધુબેન જોશીની હત્યા કરી દીધી હોવાનો દાવો છે. આ ઉપરાંત મધુ બેનના દીકરા પર પણ જીવલેણ હુમલો થયો છે. આ કેસમાં પોલીસે ગુનો નોંધી ત્રણે આરોપીને ઝડપી લીધા છે.
મળતી માહિતી મુજબ, ધારીના શિવનગર સોસાયટીમાં રહેતા અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યા મધુબેન જોશીની પુત્રને ફટાકડા ફોડવા બાબતે સામાન્ય બોલાચાલી થયેલી હતી. જે બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતુ અને વાત મારામારી સુધી પહોંચી હતી.
આ બાબતની અદાવત રાખી મધુબેનનો પુત્ર રવિ મોટરસાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે એક ફોરવ્હીલ ગાડી તેમની માથે ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, રવિ એમાંથી બચી નીકળ્યો હતો. આ ઘટના સંદર્ભે મધુબેનના પુત્રની માથે ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરનારા તેમના જ પાડોશીને ત્યાં રવિ અને મધુબેન ઠપકો દેવા ગયા હતા, જ્યારે ત્રણેય યુવાનોએ તલવાર વડે મધુબેન અને તેમના પુત્ર રવિ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમા મધુબેનનું મોત થયું હતું. હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

તાજેતાજો ઘાણવો
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર
- રાજકોટની ગોવિંદ પાર્ક સોસાયટી પાસે સિટી બસનું સ્ટોપ આપવા માગ
- જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?