Homeદે ઘુમા કે'શામી'ફાઈનલઃ ભારતની ન્યૂઝિલેન્ડને 70 રને ધોબીપછાડ, શામીની 7 વિકેટ, કિંગ કોહલીના નામે...

‘શામી’ફાઈનલઃ ભારતની ન્યૂઝિલેન્ડને 70 રને ધોબીપછાડ, શામીની 7 વિકેટ, કિંગ કોહલીના નામે થઈ શતકોની અર્ધસદી

Team Chabuk-Sports Desk: ભારતીય ટીમે વર્લ્ડ કપની સેમીફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલનો રસ્તો પકડ્યો છે. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 70 રને ફાઈનલમાં પહોંચ્યું છે. 398 રનના વિશાળ લક્ષ્ય સામે ન્યૂઝિલેન્ડ 327 રનમાં ઓલઆઉટ થયું હતું.

સેમીફાઈનલ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શામીએ ન્યૂઝીલેન્ડ ટીમ સામે જાણે કે એકલા હાથે બાથ ભીડી હતી. સેમીફાઈનલ મેચમાં મોહમ્મદ શમીએ 7 વિકેટ લઈ ઈતિહાસ રચી દીધો છે. ટીમ ઈન્ડિયાએ મુંબઇ ખાતે વાનખેડે સ્ટેડિયમમાં બોલિંગ અને બેટિંગ બંન્નેમાં કહેર વર્તાવ્યો હતો. મોહમ્મદ શમીએ આજની મેચમાં કુલ 7 વિકેટો લીધી હતી ત્યાં જ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી હતી.

જોકે, આ જીત માટે ભારતીય ખેલાડીઓને ખુબ જ મહેનત કરવી પડી. ન્યૂઝીલેન્ડ તરફથી ડેરિલ મેચિલે 119 બોલમાં 134 રનની શાનદાર ઇનિંગ રમી હતી પરંતુ તેની આ ઈનિંગ કિવિઝને જીત અપાવી શકી નહી. આ સિવાય કેન વિલિયમસને 69 રનની ઇનિંગ ગ્લેન ફિલિપ્સે 41 રનની ઇનિંગ રમી હતી. હવે ભારતીય ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે ફાઇનલ મેચ રમશે.

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દર વખતેની જેમ રોહિત શર્માએ ટીમને શાનદાર સ્ટાર્ટ અપાવ્યું હતું. જે બાદ વિરાટ કોહલી, ગીલ, શ્રેયસ અય્યર અને કે.એલ.રાહુલને ટીમનો સ્કોર 398 સુધી પહોંચાડ્યો હતો. કોહલી અને શ્રેયસની શાનદાર સદીએ સેમિફાઈનલને વધુ યાદગાર બનાવી હતી. કેપ્ટન રોહિત શર્માએ પણ તાબડતોડ 29 બોલમાં 47 રન બનાવ્યા હતા. તો છેલ્લે કેએલ રાહુલે છેલ્લે 20 બોલમાં 39 રન બનાવ્યા હતા.

શામીની સાત વિકેટ
મોહમ્મદ શમીએ પ્રથમ બંને વિકેટ લઈને ન્યૂઝીલેન્ડના ટોપ ઓર્ડરની કમર તોડી નાખી હતી. તેણે કિવીઝની સૌથી મોટી આશા ડેવોન કોનવેને પહેલો શિકાર બનાવ્યો ત્યારબાદ રચિન રવિન્દ્રને પણ પવેલિયન ભેગો કર્યો હતો. જે બાદ કેન વિલિયમસન (69) અને ટોમ લાથમ સહિત ન્યૂઝીલેન્ડના 7 ખેલાડીને માત્ર પવેલિયન જ નહીં પરંતુ ન્યૂઝીલેન્ડનો રસ્તો બતાવ્યો હતો.

કોહલીના નામે શતકોની અર્ધસદી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો 49 વન-ડે સદીનો રેકોર્ડ ધ્વસ્ત કરી નાંખ્યો છે. ‘કિંગ’ કોહલી હવે સદીની હાફ સેન્ચ્યુરી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. વિરાટે વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 117 રનની ઈનિંગ દરમિયાન ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. કિંગ કોહલીએ 291 મેચની 279મી ઇનિંગ્સમાં પોતાની 50મી સદી પૂરી કરી છે.. જ્યારે સચિને અહીં સુધી પહોંચવા માટે 452 ઇનિંગ્સનો સમય લીધો છે.

IND vs NZ semi Final

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments