Homeગુર્જર નગરીભાજપના નેતાની જાહેરમાં હત્યા, 4 શખ્સોએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ

ભાજપના નેતાની જાહેરમાં હત્યા, 4 શખ્સોએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ

Team Chabuk-Gujarat Desk: વલસાડના વાપીના રાતા વિસ્તારમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખની જાહેરમાં હત્યા કરી દેવાઈ. વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા ગયા હતા. ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં શૈલેષ પટેલનું મોત થયું છે. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં શૈલેષ પટેલની હત્યા થઈ હોવાનું તારણ છે.

ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ દર સોમવારે પત્ની સાથે શિવ મંદિરે દર્શન કરવા જાય છે. તેઓ સવારે 7.15ની આસપાસ પત્ની સાથે મંદિરે પહોંચ્યા હતા. પત્ની મંદિરની અંદર ગયાં જ્યારે શૈલેષ પટેલ ગાડીમાં જ બેસીને પત્નીની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે અચાનક એક બાઈક તેમની ગાડી પાસે આવીને ઊભી રહી ગઈ. ત્યારબાદ બાઈક પર આવેલા 4 શખ્સો સવાર હતા. શૈલેષ પટેલ કઈ સમજે તે પહેલાં જ શખ્સોએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું. 4 રાઉન્ડ ફાયરિંગમાં શૈલેષ પટેલને ત્રણ ગોળીઓ વાગી હતી. ચારેય શખ્યો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

તેમના પત્ની જ્યારે પરત ફર્યા ત્યારે દરવાજો ખોલતાં જ પતિને લોહીલુહાણ હાલમાં જોતા જ પત્નીએ ચીસાચીસ કરી મૂકી હતી. ત્યારબાદ શૈલેષ પટેલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસ અને જિલ્લા ભાજપના અગ્રણીઓને થતા ઘટના સ્થળે BJPના આગેવાનો અને પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.

વલસાડ જિલ્લા પોલીસ અને જિલ્લા ભાજપના અગ્રણીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા હતા. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ઘટના સ્થળનું નિરીક્ષણ અને આજુબાજુના વિસ્તારમાં તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.LCB, SOG સહિતની ટીમોએ હાલ તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળની આજુબાજુના વિસ્તારના CCTV ફૂટેજ પણ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, કોચરવા વિસ્તારમાં કોળી પટેલ જૂથના 2 અલગ અલગ ગ્રૂપ વચ્ચે ઘર્ષણ વારંવાર થતા રહે છે. હાલ આ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

doctor plus
whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments