Homeગુર્જર નગરીરૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો સુરેન્દ્રનગર જિલ્લાના આ ગામોમાં ભાજપના નેતાઓને...

રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો સુરેન્દ્રનગર જિલ્લાના આ ગામોમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધી

Team Chabuk-Gujarat Desk: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ વિરોધની આગ વધુ ને વધુ પ્રસરી રહી છે. રાજકોટ ઉપરાંત ગુજરાતમાં ઠેર ઠેર રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રૂપાલાનો વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના લોકોની માંગ છે કે, રાજકોટ બેઠક પરથી ભાજપ રૂપાલાને હટાવે. ત્યારે હવે જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપને આખા ગુજરાતમાં માઠા પરિણામ ભોગવવા પડી શકે તેમ ચિત્ર ઉપસી રહ્યું છે. કેમ કે, સુરેન્દ્રનગર જિલ્લાના 5 ગામના લોકોએ કહ્યું છે કે, જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ગામમાં ભાજપના નેતાઓને પ્રવેશવા દેવામાં આવશે નહીં.

પરશોત્તમ રૂપાલને હટાવવાની માગનો વિરોધ ગામે ગામ શરૂ થઈ ગયો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ગામોમાં રાજપૂત સમાજે બેનર લગાવીને વિરોધ નોંધાવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના 5 ગામમાં ભાજપને પ્રચાર માટે પ્રવેશબંધી કરાઈ હોવાના પોસ્ટર લગાવાયા છે. જેના પગલે રાજકીય ગરમાવો ફેલાયો છે. આ સાથે રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી આ પ્રવેશબંધી રહેશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે.

protest rupala

સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકી, કેસરિયા, પેઢડા, મોઢવાણા અને તલસાણા સહિતના ગામોમાં પોસ્ટર લગાવાયા છે. જેમાં લખાયું છે કે, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી આ પાંચ ગામોમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશ બંધી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ ગામોમાં ભાજપ નેતાઓના પ્રવેશબંધીના પોસ્ટરો લાગતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments