Team Chabuk-Political Desk: ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો થઈ રહેલો વિરોધ હવે નવા મોડ પર આવી રહ્યો છે. ક્ષત્રિયો કોઈપણ ભોગે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવામાં આવે તેવી માંગ સાથે અડગ છે ત્યારે કેટલાક પાટીદારોએ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં અભિયાન શરૂ કર્યું છે. સમગ્ર ઘટનાક્રમ જોતાં ક્ષત્રિયો અને પાટીદારો સામસામે આવી જાય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. ત્યારે આ મામલે પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પાટીદાર સમાજને લઈને મહત્વની ટકોર કરી છે.
પરસોત્તમ રૂપાલાના વિવાદ મામલે લલિત વસોયાએ ફેસબુક પર લાઈવ થઈને આ મુદ્દે પોતાનો પક્ષ રાખ્યો છે અને પાટીદાર સમાજને અપીલ કરતાં જણાવ્યું છે કે, રાજકીય માણસોએ પોતાના અંગત સ્વાર્થ માટે બે સમાજને લડાવ્યા. રૂપાલાને સમર્થન બાદ ભાઈચારાનું વાતાવરણ ન ડહોળાય તેનું ધ્યાન રાખજો.

લલિત વસોયાએ સમગ્ર પાટીદાર સમાજને વિનંતી કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પાટીદારના દીકરા તરીકે વિનંતી કરવા આવ્યો છું. વર્ષોથી સૌરાષ્ટ્રની અંદર રાજકીય માણસોના પોતાના અંગત સ્વાર્થ માટે બે સમાજો લડાયા કરતા હતા. આખા સૌરાષ્ટ્રના ક્ષર્ત્રીય V/S પાટીદારની લડાઈ વર્ષો સુધી ચાલી, બંને સમાજના આગેવાનોના પ્રયત્નથી આજે સૌરાષ્ટ્રમાં ભાઈચારાનું વાતાવરણ છે. જ્યારે પરષોત્તમ રૂપાલજીએ વાણીવિલાસ કર્યો છે એના કારણે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજની સામે નહી રૂપાલા સામે લડાઈ કરી રહ્યો છે.
લલિત વસોયાએ વધુમાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો લડાઈ બનાવવાનો હિન પ્રયાસ કરાઈ રહ્યો છે. પાટીદાર સમાજને વિનંતી સાથે આ મામલો રૂપાલા પૂરતો હોય તેવું જણાવ્યું હતું. રૂપાલાની મામલે પાટીદાર સમાજને હાથો બનાવવા ન આવે અને બંને સમાજ વચ્ચે સુમેળ ભર્યું વાતાવરણ રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. પાટીદાર સમાજના લોકોને વસોયાએ હાથ જોડીને વિનંતી કરી સોશિયલ મીડિયા કે અન્ય પ્લેટફોર્મ પર બંને સમાજ વચ્ચે વૈમનસ્ય ના ફેલાય તેવી વિનંતી કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત