Homeગામનાં ચોરેતાઈવાનમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, નદીનું પાણી થયું હાલક-ડોલક, અનેક ઈમારતો ધરાશાયી,જુઓ વીડિયો

તાઈવાનમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, નદીનું પાણી થયું હાલક-ડોલક, અનેક ઈમારતો ધરાશાયી,જુઓ વીડિયો

Team Chabuk-International Desk: તાઈવાનના દરિયાકાંઠાના વિસ્તારમાં 7.2ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. રાજધાની તાઈપેઈ હચમચી ગઇ છે. કેટલીક ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. તો નદીનું પાણી પણ હાલક-ડોલક થવા લાગ્યું હતું. ભૂકંપના કારણે શહેરના ઘણા ભાગોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને દક્ષિણ જાપાન અને ફિલિપાઈન્સના ટાપુઓ માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. પૂર્વી તાઈવાનમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ છે, જોકે જાનહાનિ અંગે હજુ સુધી કોઈ માહિતી નથી.

ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, તાઈવાન અને ઓકિનાવા, જાપાન અને ફિલિપાઈન્સમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તાઈવાનમાં ઈન્ટરનેટ બંધ થયાની જાણ થઈ છે. તાઇવાનના ટેલિવિઝન સ્ટેશનોએ ભૂકંપના કેન્દ્રની નજીક હુઆલીનમાં કેટલીક ધરાશાયી થયેલી ઇમારતોના ફૂટેજ દર્શાવ્યા હતા અને મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે, કેટલાક લોકો ફસાયેલા છે. રોઈટર્સના એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, ભૂકંપ છેક શાંઘાઈ સુધી અનુભવાયો હતો.

તાઈવાનના સેન્ટ્રલ મીટીરોલોજીકલ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર તાઈવાન ટાપુના પૂર્વ કિનારે પાણીમાં હતું, જે હુઆલીનની પૂર્વીય કાઉન્ટીના કિનારે હતું. જાપાને ઓકિનાવાના દક્ષિણ પ્રીફેક્ચરના દરિયાકાંઠાના વિસ્તારો માટે સ્થળાંતર માટેની સલાહ આપી છે.જાપાનની હવામાન એજન્સી અનુસાર, 3 મીટર સુધીના સુનામીના મોજા જાપાનના દક્ષિણ-પશ્ચિમ કિનારાના મોટા વિસ્તારો સુધી પહોંચવાની ધારણા છે.

Taiwan

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments