Team Chabuk-Gujarat Desk: રાજકોટના લોધિકા તાલુકાના નવી મેંગણી ગામે આવેલી જ્ઞાન જ્યોત શાળાની બે વિદ્યાર્થિનીની છેડતીની ઘટના સામે આવ્યા બાદ શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થિનીઓની છેડતી મામલે શાળાના સંચાલક વિરુદ્ધ જાતિય સતામણીનો આરોપ લાગ્યો છે. જે અંતર્ગત લોધિકા પોલીસ સ્ટેશને શાળાના સંચાલક દિનેશ સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાયાના ચાર દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી છે. બીજી તરફ આરોપીની પત્ની અને રાજકોટ જિલ્લા ભાજપના મહિલા અગ્રણી એવા સીમાબ જોશીની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ઓડિયો ક્લિપમાં સીમા જોશી ભોગ બનનાર વિદ્યાર્થિની અને શાળામાં કાર્યરત એક શિક્ષિકાને ધમકાવી રહ્યા હોય તેવું સાંભળવા મળી રહ્યું છે.
જિલ્લા ભાજપના મહિલા અગ્રણીના પતિ વિરુદ્ધ લોધિકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. બીજી તરફ મહિલા અગ્રણી ભોગ બનનાર વિદ્યાર્થિની અને શિક્ષિકાને ધમકાવી રહ્યા હોય તે પ્રકારની ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં ફરી રહી છે. ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ પણે સાંભળી શકાય છે કે, જિલ્લા ભાજપના મહિલા અગ્રણી અને દિનેશ જોશીના પત્ની સીમા જોશી ભોગ બનનાર અને શિક્ષિકાને કહી રહ્યા છે કે, “હું ઇન્દ્રની અપ્સરા છું, મને મૂકીને મારો પતિ તારી સામે જુએ કે થૂંકે પણ નહીં.”
ભોગ બનનાર સાથેના વાતચીતના અંશો પરથી જાણી શકાય છે કે કઈ રીતે દિનેશ જોશી બંને ભોગ બનનારી વિદ્યાર્થિનીઓને સતાવતો હતો. વાયરલ થયેલા ઓડિયો મામલે પોલીસનો સંપર્ક કરતા ઓડિયો ક્લિપ ફરિયાદ નોંધાઈ તે પહેલાની હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ પોલીસ સમગ્ર મામલે પુરાવા એકત્રિત કર્યા બાદ આરોપીની ધરપકડ કરશે તેવું જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપી એસ. સી. એસ. ટી સેલ મહર્ષિ રાવલ દ્વારા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઓડિયો સ્કૂલ સંચાલકના પત્ની રીતસરના પીડિતા અને સ્કૂલની એક શિક્ષિકાને ધમકાવી રહ્યા હોય તેવું સાંભળી શકાય છે. પીડિતા વિદ્યાર્થિની બીજેપી મહિલા અગ્રણીને કહી રહી છે કે સાહેબ અમારી સાથે આવું વર્તન કરે તો અમારે ફરિયાદ પણ ન કરવી. બીજી તરફ શિક્ષિકા સાથેની વાયરલ થયેલી ઓડિયો ક્લિકમાં શિક્ષિકા સ્કૂલ સંચાલકની પત્નીને ખુલાસા આપી રહી છે. આ દરમિયાન બીજેપી મહિલા અગ્રણી શિક્ષિકાને ધમકાવી રહ્યાનું સાંભળી શકાય છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત