Team Chabuk-Political Desk: લખીમપુર ખીરીમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોની મોત બાદ રાજનીતિની ઉઠક બેઠક તેની ચરમસીમાએ છે. વિપક્ષ નેતા સતત લખીમપુર ખીરી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ પણ આજે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીની સાથે લખીમપુર જવાની ઘોષણા કરી હતી. પણ ઉત્તર પ્રદેશ પ્રશાસન દ્વારા તેમને પરવાનગી આપવામાં ન આવી.

ઉત્તર પ્રદેશ જતાં પહેલા રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. યોગી સરકાર પર તેમણે શાબ્દિક પ્રત્યંચા તાણતા કહ્યું કે, કેટલાક સમયથી હિન્દુસ્તાનના ખેડૂતો પર આક્રમણ થઈ રહ્યું છે અને જીપથી ખેડૂતોને કચડવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ યોગી સરકારને સવાલ પૂછ્યો હતો કે, અત્યાર સુધી મંત્રી પર કાર્યવાહી કેમ નથી થઈ? ઉત્તર પ્રદેશમાં ખેડૂતોને મારવામાં આવી રહ્યા છે અને કોઈ ધ્યાન નથી આપી રહ્યું.

રાહુલ ગાંધીએ કહ્યું કે, પહેલા ભારતમાં લોકતંત્ર હતું. પણ હવે અહીં તાનાશાહી છે. માત્ર કોંગ્રેસ નેતા ઉત્તર પ્રદેશમાં નથી જઈ શકતા. તેમને રોકવામાં આવી રહ્યા છે. અમારા મુખ્યમંત્રીઓને પણ ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરવા દેવામાં આવે. રાહુલ ગાંધીએ આરોપ લગાવતા કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં આરોપીઓને ખુલ્લેઆમ ઘુમવાની સ્વતંત્રતા છે. જ્યારે પીડિતોને જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે.

પ્રિયંકા ગાંધીની ધરપકડ પર સવાલ પૂછાતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પ્રિયંકાની ધરપકડ કરવામાં આવી રહી છે. જોકે અહીં મોટો મુદ્દો ખેડૂતોનો છે. અમારી પાર્ટી ખેડૂતોના હકની વાત કરશે. પ્રિયંકા સાથે થયેલી કથિત ધક્કા મુક્કી પર તેમણે જણાવ્યું હતું કે, અમને ધક્કા મુક્કીથી કોઈ ફર્ક નથી પડતો. અમને મારી નાખો કોઈ ફર્ક નહીં પડે, કારણ કે અમારા પરિવારમાં અમને આવું પ્રશિક્ષણ મળ્યું છે. પણ અમે ખેડૂતોની વાત કરી રહ્યા છીએ.

રાહુલ ગાંધીએ રાજનીતિ કરવાના સવાલ પર જવાબ આપતા કહ્યું છે કે, અમારું કામ સરકાર પર દબાણ લાદવાનું છે. હાથરસમાં અમે દબાણ લાદ્યુ ત્યારે કાર્યવાહી થઈ. જો હાથરસમાં અમે ન જાત તો અપરાધી બચીને ભાગી જાત. સરકાર આ મુદ્દાઓ પર અમને દૂર રાખવા ઈચ્છે છે, જેથી પ્રેશર બનાવવામાં આવે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ કાલે લખનઉમાં હતા. પણ લખીમપુર ન ગયા. રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે તેઓ લખીમપુર જવાનો પ્રયાસ કરશે. અમે કોઈ પણ રીતે કાયદાનું ઉલ્લંઘન નહીં કરીશું, કારણ કે અમે ત્રણ લોકો જ જઈ રહ્યા છીએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, ખેડૂતોની જમીન આંચકવામાં આવી. ત્રણ નવા કૃષિ કાયદા લાવવામાં આવ્યા જે ખેડૂતોના હકની વિરૂદ્ધમાં છે. એ માટે ખેડૂતો ધરણા પર બેઠા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત