Homeગુર્જર નગરીડો. બાબા સાહેબ આંબેડકરના 68માં મહા પરીનિર્વાણ દિને બુદ્ધવિહાર ખાતે રક્તદાન કેમ્પનું...

ડો. બાબા સાહેબ આંબેડકરના 68માં મહા પરીનિર્વાણ દિને બુદ્ધવિહાર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન

Team Chabuk-Gujarat Desk: ડો. બાબા સાહેબ આંબેડકરના 68માં મહા પરીનિર્વાણ દિનના ભાગરૂપે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બુદ્ધવિહારનાં સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડો. બાબા સાહેબ આંબેડકરના 68માં મહાપરીનિર્વાણ દિવસે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ તેમજ બોધીસત્વ આંબેડકર બુદ્ધવિહાર કણકોટના સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ રાજકોટના ગરીબ દર્દીઓ અને થેલેસેમિયા પીડિત બાળકોના લાભાર્થે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

babasaheb

રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો.અશોક વાણવીના માર્ગદર્શનથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભંતે પ્રજ્ઞારત્ન મહાથેરો દ્વારા રક્તદાન કરી તથાગત બુદ્ધનો કરુણા સંદેશ આપવામાં આવ્યો હતો.

ઉત્કર્ષ મંડળ રાજકોટ જિલ્લાનાં તમામ શિક્ષક ભાઈઓ તથા બહેનો તેમજ સર્વે સમાજના શિક્ષકો દ્વારા 37 બોટલ જેટલું રક્તદાન કરવામાં આવ્યું હતું, આ તકે બુદ્ધવિહાર કણકોટનાં ટ્રસ્ટી મોહનભાઇ રાખૈયા દ્વારા વિશેષ જહેમત ઉઠાવવા માં આવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments