Team Chabuk-Health Desk: શિયાળાની ઋતુ ચાલી રહી છે. ગુલાબી ઠંડી પડી રહી છે. ઠંડીથી બચવા આપણે ગરમ કપડાંનો સહારો લેતાં હોઈએ છીએ. પરંતુ જો શરીરને તમારે ઠંડીથી બચાવવું હોય એટલે કે ગરમ રાખવું હોય તો શિયાળાની ઋતુમાં કેટલીક વસ્તુ ખાવી જોઈએ. આ વસ્તુઓ ખાવાથી તમારું શરીર અંદરથી ગરમ રહેશે જેના કારણે તમને ઠંડીમાં રાહત મળશે. તો આવો જાણીએ આવી કેટલીક ખાવાલાયક વસ્તુ વિશે.
બાજરાનો રોટલો
શિયાળાની ઋતુમાં બાજરાના રોટલા ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં બાજરાનો રોટલો ખાવાથી શરીર ગરમ રહે છે અને શરીરને શક્તિ પણ મળે છે. બાજરીમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ, વિટામિન્સ, ફાઈબર અને પ્રોટીન હોય છે, જે શરીરને એનર્જી આપવા અને તેને મજબૂત બનાવવા માટે ઉપયોગી છે. શિયાળામાં શરીરને ગરમ અને મજબૂત રાખવા માટે બાજરાના રોટલો ખાવો જોઈએ.

ખજૂર
શિયાળામાં ખજૂર ખાવાથી શરીરની આંતરિક શક્તિ વધે છે અને શરીર ગરમ રહે છે. ખજૂરમાં વિટામિન એ, વિટામિન બી, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા વિટામિન્સ જરૂરી માત્રામાં હોય છે. શિયાળામાં રોજ ખજૂર ખાવાથી શરીર ગરમ રહે છે અને શક્તિ મળે છે. તેમાં હાજર ડાયેટરી ફાઈબર શરીરની પાચનક્રિયાને પણ બરાબર રાખે છે.
શિલાજીત
શિયાળામાં શરીરની શક્તિ વધારવા અને શરદીથી બચાવવા માટે શિલાજીતનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. શિલાજીતમાં હાજર રહેલા ઝિંક અને જિનસેંગ જેવા તત્વો અને ગુણધર્મો શરીરને આંતરિક શક્તિ આપે છે અને ઠંડીથી બચાવે છે. શિયાળામાં તમે દૂધ અથવા મધ સાથે શિલાજીત લઈ શકો છો.
મધ અને દૂધ
શિયાળાની ઋતુમાં મધ અને દૂધનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. ગરમ દૂધમાં મધ ઉમેરીને પીવાથી તમને ઘણા ફાયદા થાય છે. તેમાં રહેલા ગુણ શરીરને શરદી અને ચેપ વગેરેથી બચાવવાનું કામ કરે છે. શિયાળામાં શરીરને શક્તિ આપવા અને તેને ગરમ રાખવા માટે મધ અને દૂધનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.
ગોળ
શિયાળામાં ગોળ ખાવો ખૂબ જ ફાયદાકારક છે. ગોળનું સેવન કરવાથી તમારા શરીરને આયર્ન, કોપર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા તત્વો પર્યાપ્ત માત્રામાં મળે છે. ગરમ દૂધમાં ગોળ ભેળવીને ખાવાથી તમારા શરીરને શક્તિ મળે છે અને શરીર ગરમ રહે છે.
તાજેતાજો ઘાણવો
- અમદાવાદમાં જિન્સ બનાવતી કંપનીમાં ટાંકીમાં ઉતરેલા ત્રણ યુવકોના મોત
- ધોરણ 10નું 83.08 ટકા પરિણામ જાહેર, બનાસકાંઠાએ મારી બાજી
- આતંકી મસૂદ અઝહરના પરિવારનો ખાત્મો, મસૂદે કહ્યું- હુમલામાં હું પણ મરી ગયો હોત તો સારું થાત
- ઓપરેશન સિંદૂરઃ પાકિસ્તાનમાં 9 સ્થળે એરસ્ટ્રાઈક, અનેક આતંકી માર્યા ગયાની આશંકા
- રાજકોટમાં ખોડલધામ યુવા પ્રિમિયર લીગ (KYPL)નો દબદબાભેર પ્રારંભ