Homeગુર્જર નગરીવડોદરાઃ પોલીસની પરીક્ષાની તૈયારી કરતી યુવતીનો હાથ કપાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો, બે...

વડોદરાઃ પોલીસની પરીક્ષાની તૈયારી કરતી યુવતીનો હાથ કપાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો, બે શંકાસ્પદોની પુછપરછ

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ફરી એક દીકરીની હત્યા કરી દેવામાં આવી છે. વડોદરા શહેર નજીક આવેલા ધનિયાવી ગામની સીમમાંથી એક હાથ કપાયેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે બે શંકાસ્પદની પૂછપરછ શરૂ કરી છે. હત્યારાએ વિદ્યાર્થિનીને તિક્ષ્ણ હથિયારના 10થી વધુ ઘા માર્યા હતા અને ત્યાર બાદ ત્યાં જ ફેંકીને ભાગી છુટ્યો હતો. પોલીસે ટીમો બનાવીને CCTV અને કોલ ડિટેઇલના આધારે તપાસ શરૂ કરી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

વડોદરા શહેરમાં બનેલી આ ઘટનાની વિગતે વાત કરીએ તો, 19 વર્ષીય મૃતક યુવતીનું નામ તૃષા રાજેન્દસિંહ સોલંકી છે અને તે મૂળ પંચમહાલના સામલીની રહેવાસી છે. છેલ્લા બે મહિનાથી માણેજા ખાતે આર્યન રેસિડેન્સીમાં તેના મામાને ત્યાં રહેતી હતી અને પોલીસની શારીરિક પરીક્ષા પાસ કરી હતી અને લેખિત પરીક્ષા માટે તૈયારી કરી રહી હતી અને એસવાય બીકોમનો અભ્યાસ પણ કરતી હતી. તૃષા પરિવારની એકની એક દીકરી હતી. તેની હત્યાથી પરિવારમાં આઘાત છવાયો હતો. 

એડિશનલ સીપી ચિરાગ કોરડિયાના અને ક્રાઇમ બ્રાંચના ડીસીપી જયદીપસિંહ જાડેજા તેમજ એસીપી ડી.એસ. ચૌહાણ માર્ગદર્શન હેઠળ વડોદરા ક્રાઇમ બ્રાંચે તૃષા સોલંકીની હત્યા કરનાર કલ્પેશ જંયતિભાઇ ઠાકોર (રહે.265, પંચશીલનગર, માણેજા, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે પાળિયાથી 10થી વધુ ઘા મારીને યુવતીને મોતને ઘાટ ઉતારી હોવાની કબૂલાત આપી છે.

એડિશનલ સીપી ચિરાગ કોરડિયાએ આ બનાવની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આરોપી કલ્પેશ ઠાકોર, મૃતક તૃષા સોલંકી તેમજ અન્ય બે મિત્રોનું ગ્રુપ હતું. જેમાં કલ્પેશ તૃષાને એક તરફી પ્રેમ કરતો હતો. પરંતુ તૃષા તેને પસંદ કરતી નહોતી. આથી આરોપીએ ગઈકાલે સાંજે તૃષાને બોલાવી હતી અને પાળિયા વડે ઘાતકી હત્યા કરી હતી.

એક તરફી પ્રેમમાં કલ્પેશ ઠાકોરે અગાઉ ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને વિદ્યાર્થિનીને ઇમોશનલ બ્લેકમેલ કરતો હતો. આ બંને વચ્ચે 3 વર્ષ પહેલા મિત્રતા બંધાઈ હતી. પછી બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું. ત્યારબાદ મૃતક યુવતી ગોધરા ખાતે ભણવા માટે જતી રહી હતી અને ત્યાર બાદ વડોદરા પરત ફરી હતી અને તે બીજા છોકરા સાથે વાત કરતી હતી અને કલ્પેશ સાથે વાત કરતી નહોતી. જેથી કલ્પેશે મળવા નહીં આવે તો આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. જેથી યુવતી તેને મળવા ગઈ હતી. તે સમયે આવેશમાં આવીને હત્યા કરી નાખી હતી.

મંગળવારે રાત્રે શહેર પોલીસને મેસેજ મળ્યો હતો કે હાઈવે પર ધનિયાવી ગામની સીમમાં એક યુવતીનો મૃતદેહ પડેલો છે અને એક હાથ કાપી નાંખેલો છે. ઘટનાની જાણ થતાં મકરપુરા પી.આઈ.પટેલ અને ટોચના પોલીસ અધિકારીઓ પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે તૃષાના મામાનું નિવેદન લીધું હતું. તે સવાર એકિટવા પર કલાસમાં ગઈ હતી પછી પાછા આવતી વેળા તેની હત્યા થઈ હોવાનું મનાય છે. હત્યારાએ યુવતીને હાથ, ગાલ, ગરદન અને પીઠના ભાગે ઘા માર્યા હતા.

હાઈવે પાસે ખુલ્લી જગ્યામાં જ્યારે ચીસાચીસ સાંભળી ત્યારે એક વ્યક્તિ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું નજીકમાં કામ કરતા મજૂરોએ પોલીસને જણાવ્યું હતું. પોલીસે ઘટના સ્થળની આસપાસના અને તૃષાના નિયમીત રુટ પરના સીસીટીવી ફૂટેજ અને તેના મોબાઈલની કોલ્સ ડીટેલની આધારે તપાસ હાથ ધરી છે.

ડીસીપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરના એક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે એકેડમીમાં ટ્યૂશનમાં જતી તૃષા હાઈવે પર કેવી રીતે પહોંચી તે તપાસનો વિષય છે અમે તે બાબતે ગહન તપાસ કરી રહ્યા છે. ધનિયાવી ગામની સીમમાં તૃષા સોલંકીનો મૃતદેહ મળી આવ્યા બાદ ઘટના સ્થળ પાસેથી તેનું મોપેડ પણ મળી આવ્યું હતું. પોલીસે વિવિધ પાસાંઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments