Homeગામનાં ચોરેIPS ઓફિસરે કાશ્મીર ફાઈલ્સ પર કરેલી આ ટીપ્પણીને લઈ ભાજપ લાલઘુમ, ગૃહમંત્રીએ...

IPS ઓફિસરે કાશ્મીર ફાઈલ્સ પર કરેલી આ ટીપ્પણીને લઈ ભાજપ લાલઘુમ, ગૃહમંત્રીએ કહ્યું, ‘અધિકારી મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે.’

Team Chabuk-National Desk: ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને લઈ આઈએએસ અધિકારી નિયાઝ ખાનની સમસ્યામાં વધારો થઈ શકે છે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું છે કે રાજ્ય સરકાર નિયાઝને નોટીસ પાઠવી તેની પાસેથી જવાબ માગશે. નિયાઝ ખાને કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ અંગે સોશિયલ મીડિયા પર ટીપ્પણી કરી હતી. જેના પર ભાજપના મંત્રીઓ અને નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે.

નિયાઝ ખાને સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે ધ કાશ્મીર ફાઈલ્સ બાદ એ ઘટનાઓ પર પણ ફિલ્મ બનવી જોઈએ, જેમાં મુસ્લિમોની હત્યા થઈ છે. નિયાઝના આ નિવેદનના કારણે ભાજપના મંત્રીઓ અને નેતાઓ નારાજ થયા હતા. સૌ પ્રથમ ચિકિસ્તા અને શિક્ષા મંત્રી વિશ્વાસ નારંગે નિયાઝના નિવેદનની વિરુદ્ધ આપત્તિ વ્યક્ત કરી હતી.

હવે ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું છે કે નિયાઝ મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. અધિકારીઓની પોતાની લક્ષ્મણ રેખા હોય છે અને નિયાઝ તેનું ઉલ્લંઘન કરી રહ્યા છે. રાજ્ય સરકાર નિયાઝને નોટીસ પાઠવી તેની પાસેથી જવાબ માગશે. આ પહેલા ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માએ પણ નિયાઝ ખાન પર કાર્યવાહી કરવાની માગ કરી હતી.

જણાવી દઈએ કે નિયાઝે આ પહેલા પણ કાશ્મીર ફાઈલ્સના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને લઈ સોશિયલ મીડિયા પર ટીપ્પણી કરી હતી. રવિવારના રોજ નિયાઝે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે ધ કાશ્મીર ફાઈલ્સે 150 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ આ ધનરાશિ કાશ્મીરી પંડિતોના વેલફેર પર ખર્ચ કરવી જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments