Team Chabuk-Political Desk: ઉત્તરાખંડની નવી સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે પુષ્કરસિંહ ધામીએ શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિત અન્ય કેન્દ્રીય નેતાઓ હાજર રહ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે ઉત્તર પ્રદેશના કાર્યવાહક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દહેરાદૂન પહોંચ્યા હતા.
8 મંત્રીઓએ પણ લીધા શપથ
પુષ્કર સિંહ ધામી ઉપરાંત 8 મંત્રીઓએ પણ શપથ લીધા છે. શપથ લેનાર મંત્રીઓમાં જેમાં સતપાલ મહારાજ, પ્રેમચંદ અગ્રવાલ, ગણેશ જોશી, ધન સિંહ રાવત, સુબોધ ઉનિયાલ, રેખા આર્ય, ચંદન રામ દાસ, સૌરભ બહુગુણાનો સમાવેશ થાય છે.
ભાજપ સતત બીજી વખત સત્તા પર
ઉત્તરાખંડમાં તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. જેમાં 70 બેઠકોમાંથી ભાજપે 47 બેઠકો કબજે કરીને ભવ્ય વિજય મેળવ્યો છે. ઉત્તરાખંડમાં ભાજપ સતત બીજી વખત સત્તા પર આવી છે. જો કે ભાજપ ભલે ચૂંટણી જીતી હોય પરંતુ મુખ્યમંત્રી બનેલા પુષ્કરસિંહ ધામી ખટીમાથી ચૂંટણી હારી ગયા છે. તેમ છતાં ભાજપે તેમના પર ભરોસો મૂક્યો છે. પરંતુ હવે પુષ્કરસિંહ ધામીને 6 મહિનાની અંદર ફરીથી ચૂંટણી લડીને જીતવી પડશે.
ગત વર્ષ 4 જુલાઈના રોજ પુષ્કર સિંહ ધામીએ તીરથ સિંહ રાવતની જગ્યાએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તીરથ સિંહ રાવતે ત્રિવેન્દ્ર સિંહ રાવત બાદ છ મહિનાના નિર્ધારિત સમયની અંદર વિધાનસભા માટે ચૂંટાઈ ન આવવાના કારણે રાજીનામું આપ્યું હતું. પુષ્કર સિંહ ધામીએ અનેક વર્ષો સુધી વિદ્યાર્થી શાખા એબીવીપીમાં વિવિધ પદો પર કામ કર્યું છે. તેમણે બે કાર્યકાળ માટે ઉત્તરાખંડમાં ભાજપની યુવા વિંગના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
