Team Chabuk-Gujarat Desk: શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ મંદિરમાં આવતા દર્શનાર્થીઓ તથા શ્રદ્ધાળુઓ માટે આજ રોજથી “શ્રી સોમનાથ મંદિરમાં સોમેશ્વર મહાપૂજન” પુજાવિધિનો શુભારંભ કરવામાં આવ્યો, હિન્દી ફિલ્મના પ્રસિદ્ધ અભિનેતા ખિલાડી અક્ષય કુમારે પોતે પ્રથમ પુજા કરી શ્રી સોમનાથ મંદિરમાં સોમેશ્વર મહાપૂજનનો લાભ લીધો. આ પુજન કરવા માટે શ્રદ્ધાળુઓ શ્રી સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ www.somnath.org પરથી ઓનલાઇન તેમજ મંદિરના પુજાવિધિ કાઉન્ટર પર ઓફલાઇન પણ પુજા નોંધાવી શકશે. હાલમાં આ પુજાના સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર ખાતે ત્રણ સ્લોટમાં આ પુજાનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં સવારે 8-00 કલાકે, સવારે 9-00 કલાકે, સવારે 10-00 કલાકે કુલ ત્રણ સ્લોટમાં દર કલાકે યજમાન પુજા કરી ધન્ય બની શકશે.

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમેશ્વર મહાપુજાના પુજનનો સંકલ્પ કરી, ગણપતિ ધ્યાન કરી, કળશમાં વરુણદેવ તથા સમસ્ત તીર્થોનુ આવાહન કરી, ભગવાન શ્રી સોમનાથ મહાદેવનુ ધ્યાન કરી, વિવિધ દ્રવ્યો જેવા કે દૂધ,દહીંં,ધી,મધ,ખાંડ, ચંદન,અતર અને ભસ્મ વગેરેથી સ્નાન કરાવી, રુદ્રશુક્તના ૬૬ મંત્રો દ્વારા ભગવાનનો અભિષેક કરાવવામાં આવે છે. ત્યારબાદ ભગવાનને વસ્ત્ર,જનોઇ,ચંદન,ચોખા,ફુલ, ફુલહાર,બિલ્વપત્ર,અબીલ,ગુલાલ,ધુપ,દીપ, નેવૈદ્ય, મુખવાસ,નીરાજનમ, મંત્રપુષ્પાંજલી, પ્રદક્ષીણા અને પ્રાર્થના, આમ અનેક ઉપચારોથી પૂજા કરવામાં આવે છે.

આજરોજ સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ પ્રમોશન માટે આજરોજ અભિનેતા અક્ષય કુમાર, ડિરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી અભિનેત્રી માનુસી ચીલ્લર સહિત સોમનાથ મંદિર ખાતે પહોચ્યા હતા. તેઓએ આજરોજ સોમેશ્વર મહાપુજનનો શુભારંભ કરવામાં આવેલ હતો. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો.જે ડી પરમાર સાહેબ, કોર્ડિનેટર ડો.યશોધરભાઇ ભટ્ટ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા તમામ મહાનુભાવોનું સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
