Homeગુર્જર નગરીપાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના માછીમારોને મુક્ત કરાવવાની માંગ સાથે યુવા કોળી સમાજે...

પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના માછીમારોને મુક્ત કરાવવાની માંગ સાથે યુવા કોળી સમાજે રાષ્ટ્રપતિને કરી રજૂઆત

Team Chabuk-Gujarat Desk: ભારત-પાકિસ્તાન જળ સીમા નજીક માછીમારી કરતા સમયે સીમા ઉલ્લંધન બદલ ગુજરાતના માછીમારોને પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્વારા પકડીને જેલમાં કેદ કરવામાં આવતાં હોય છે. ત્યારે આ માછીમારોને મુક્ત કરાવવા માટે યુવા કોળી સમાજ- ગુજરાતનાં પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા (ઉના) અને પ્રદેશ મહામંત્રી અજય શિયાળ (રાજુલા) દ્વારા રાષ્ટ્રપતિને પત્ર લખીને માંગ કરી છે.

યુવા કોળી સમાજ- ગુજરાત દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લખેલા આ પત્રમાં જણાવ્યું કે છે કે, ગુજરાતનાં વિશાળ દરિયાકાંઠા વિસ્તારમાં વસતાં કોળી સમાજ, ખારવા સમાજ તથા મુસ્લિમ સમાજ સહિતનાં અનેક પરિવારો માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે. આવાં પરિવારો માછીમારી કરી પોતાના પરિવારોનું ગુજરાન ચલાવતા હોય છે અને માછીમારી તેનું આજીવિકાનું સાધન છે. ભારત-પાકિસ્તાન દરિયાઇ જળ સીમા નજીક રોજીરોટી માટે માછીમારી કરતાં સમયે અજ્ઞાનતાનાં કારણે અથવા દિશાભાન ના રહેવાનાં કારણે બંને દેશોની સરહદ ઓળંગીને માછીમારો પાકિસ્તાન સીમામાં પહોંચી જતા હોય છે. તેનાં કારણે સરહદ ઉલ્લંધન બદલ આ માછીમારોને પાકિસ્તાની જેલોમાં કેદ કરવામાં આવતાં હોય છે.

બીજી તરફ અહિયાં ગુજરાતમાં તેમના અજ્ઞાન અને અશિક્ષિત પરિવારોનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ હોય છે. તેમજ આવાં પરિવારોને ક્યા વિભાગને રજૂઆત કે જાણ કરવી તેની પણ માહિતી હોતી નથી. ત્યારે આજે આવાં પરિવારોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આથી ભારત સરકાર દ્વારા પાકિસ્તાનની જુદી જુદી જેલોમાં કેદ ગુજરાતનાં માછીમારો ની પાકિસ્તાનમાં સ્થિત ભારતીય દુતાવાસનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવે, તેમજ આ માછીમારો વહેલી તકે માદરે વતન પહોંચે તેનાં માટે જરૂરી કાર્યવાહી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે તેવી આ માછીમારોના પરિવારો વતી રજૂઆત કરાઈ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments