Homeગુર્જર નગરીસુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરીના લીધે 11મી જૂન સુધી આ ટ્રેનોને અસર...

સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરીના લીધે 11મી જૂન સુધી આ ટ્રેનોને અસર થશે

Team Chabuk-Gujarat Desk: રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે 31 મે, 2022 થી લઈને 11 જૂન, 2022 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 31.05.2022 થી 10.06.2022 સુધી તેમજ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 01.06.2022 થી 11.06.2022 સુધી રદ રહેશે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

મુંબઈ સેન્ટ્રલ- હાપા દુરંતો એક્સપ્રેસ 30.05.2022 થી 09.06.2022 સુધી મુંબઈ સેન્ટ્રલથી લઈને અમદાવાદ સુધી ચાલશે. આમ, આ ટ્રેન અમદાવાદ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જ્યારે હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ અમદાવાદથી લઈને મુંબઈ સેન્ટ્રલ સુધી 31.05.2022 થી 10.06.2022 સુધી ચાલશે. આમ આ ટ્રેન હાપા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ભાવનગર-ઓખા એક્સપ્રેસ 30.05.2022 થી 09.06.2022 સુધી ભાવનગરથી લઈને સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તેવી જ રીતે ઓખા-ભાવનગર એક્સપ્રેસ 31.05.2022 થી 10.06.2022 સુધી સુરેન્દ્રનગરથી લઈને ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ 31.05.2022 થી 10.06.2022 સુધી અમદાવાદથી લઈને સુરેન્દ્રનગર સુધી ચાલશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જ્યારે સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 31.05.2022 થી 10.06.2022 સુધી સુરેન્દ્રનગરથી લઈને અમદાવાદ સુધી ચાલશે. આમ આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

બાંદ્રા – જામનગર હમસફર એક્સપ્રેસ 30.05.2022, 02.06.2022, 04.06.2022, 06.06.2022 અને 09.06.2022 ના રોજ બાંદ્રાથી લઈને સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તેવી જ રીતે જામનગર – બાંદ્રા હમસફર એક્સપ્રેસ 31.05.2022, 03.06.2022, 05.06.2022, 07.06.2022 અને 10.06.2022 ના રોજ સુરેન્દ્રનગરથી લઈને બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ ઉપરાંત ઓખા-વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસને 02.06.2022 પર ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારિત સમયને બદલે 14.05 કલાકે 2 કલાક મોડી એટલે કે 16.05 કલાકે ઉપડશે. 31મી મેથી 11મી જૂન, 2022 સુધીના સમયગાળા વચ્ચે રેવા-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ માર્ગમાં 1 કલાક 15 મોડી થશે અને તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ 1 કલાક મોડી પડશે.

બુધવારે હાપા-મડગાંવ એક્સપ્રેસ અને ઓખા-પુરી એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી પડશે. શુક્રવારે ગોરખપુર-ઓખા એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી થશે. ઉલ્લેખનીય છે કે ઉપર દર્શાવેલ તમામ તારીખો ટ્રેનોના પ્રારંભિત સ્ટેશન પરથી ઉપડવાની છે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments