Homeગુર્જર નગરીબોટાદઃ ખેતીકામ કરવા બાબતે પિતાએ ઠપકો આપતાં 20 વર્ષીય યુવાને મિત્ર સાથે...

બોટાદઃ ખેતીકામ કરવા બાબતે પિતાએ ઠપકો આપતાં 20 વર્ષીય યુવાને મિત્ર સાથે આત્મહત્યા કરી લીધી

Team Chabuk-Gujarat Desk: બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અળવ ગામે બે યુવાન મિત્રોએ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. બે મિત્રોએ એક સાથે આત્મહત્યા કરી લેતાં ગામમાં ચકચાર મચી જવા પામી છે. મળતી વિગતો પ્રમાણે જયેશ બાવળીયા નામના યુવાનને તેના પિતાએ ખેતીકામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી લાગી આવતા તેને પોતાના મિત્ર સાથે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

રાણપુરના અળવ ગામે 20 વર્ષીય જયેશ બાવળીયા અને તેનો મિત્ર રાહુલ સલીયાએ આ અગમ્ય પગલું ભરી લેતાં બન્નેના પરિવાર સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જયેશ અને રાહુલ બન્ને ખાસ મિત્ર હતા અને ગામમાં સાથે જ હરતાં ફરતાં હતા. જો કે જયેશના પિતા ભરતભાઈએ ગામમાં આટાંફેરા મારવા કરતાં ખેતીકામમાં મદદરૂપ થવા માટે ટકોર કરી હતી. અવાર નવાર આ ખેતીકામ કરવા બાબતે ઠપકો આપતા જયેશે તેના મિત્ર રાહુલ સાથે કુંડલી ફાટક પાસે ટ્રેન નીચે પડતું મૂકીને મોતને વ્હાલું કરી લીધું છે. બન્ને યુવાનની આત્મહત્યાથી ગામમાં ગમગીની ફેલાઈ ગઈ છે.

ખેતીકામ કરવા બાબતે આપ્યો હતો ઠપકો

રાણપુર તાલુકાના આળવ ગામના ભરતભાઈ બાવળીયાનો પુત્ર જયેશ અને તેનો મિત્ર રાહુલ (બન્ને ઉં.વ.20) કાયમ સાથે જ રહેતા હતા. ગત તારીખ 25 ફેબ્રુઆરીએ રાત્રે જયેશ અને રાહુલ બન્ને જયેશના ઘરે પહોંચ્યા ત્યારે જયેશના પિતા ભરતભાઈએ બન્નેને ઠપકો આપતાં કહ્યું હતું કે, આખો દિવસ ગામમાં આંટાફેરા મારો છો, ગમે ત્યાં ફરો છો કઈ કામ ધંધો કરતાં નથી. અને મારો દીકરો પણ તારી સાથે ફરે છે અને મને ખેતી કામમાં મદદ કરતો નથી. બન્ને કામ ધંધો કરવા માંડજો. આ પ્રકારે ભરતભાઈએ ઠપકો આપતાં જયેશ અને રાહુલ ઘરેથી નીકળી ગયા હતા અને બન્નેએ 26 ફેબ્રુઆરીએ વહેલી સવારે 4 કલાકે કુંડલી ગેટ ફાટક પાસે રાણપુરથી બોટાદ જતી ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી.

આ ઘટના અંગે રાણપુર પોલીસને જાણ થતા પી.એસ.આઈ. એસ.એચ.ભટ્ટ અને પોલીસ સ્ટાફનાં માણસો ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments