Team Chabuk-Gujarat Desk: રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે યુક્રેનમાં અનેક ગુજરાતી સહિત ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. ત્યારે આ વિદ્યાર્થીઓને વતન પરત લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. એક બાદ એક ફ્લાઈટ મારફતે વિદ્યાર્થીઓને દેશ પરત લવાઈ રહ્યા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય અને ગુજરાતી વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા અંતર્ગત સરકારના પ્રયાસોથી સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે.
આ ઓપરેશન અન્વયે આવેલી પ્રથમ ફ્લાઈટમાં ગુજરાતના 27 જેટલા વિદ્યાર્થીઓ મુંબઈ અને દિલ્હી આવી ગયા છે. એમાં ગાધીનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, વલસાડ,સુરત,ગીર સોમનાથ,અમરેલી,સોમનાથ,સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ત્યારે દિલ્હીથી વોલ્વો બસ મારફતે આજે વહેલી સવારે ગુજરાત પહોંચેલા વિદ્યાર્થીઓને આવકારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. અને ભૂપેન્દ્ર પટેલે પરત ફરેલા વિદ્યાર્થીઓને પુષ્પ ગુચ્છ આપીને આવકાર્યા હતા અને તેમના ક્ષેમ કુશળ પુછ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓના વાલીઓ સાથે વાતચીત કરીને સૌને સાંત્વના પાઠવી હતી આ વેળાએ સહી સલામત પરત ફરેલા વિદ્યાર્થીઓને માતા-પિતા વાલીઓ અશ્રુભીની આંખે ભેટી પડતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
Close to 100 students from Gujarat were welcomed back by CM Bhupendra Patel this morning at Gandhinagar. These students landed from Ukraine in Mumbai and Delhi & were brought to Gujarat by Volvo buses.#RussiaUkraineCrisis pic.twitter.com/AsPR48chXO
— ANI (@ANI) February 28, 2022
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યુવાઓ સાથે સંવાદ કર્યો હતો તેમજ રાજ્ય સરકાર તેમની મદદ માટે તત્પર છે તેનો સધિયારો વાલીઓને આપ્યો હતો. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી તેમજ અગ્ર સચિવ હૈદર, ગાંધીનગરના કલેકટર કુલદીપ આર્ય વગેરે આ વેળાએ જોડાયા હતા.
આ વિદ્યાથીઓ અને તેમના માતા પિતાએ હેમખેમ વતન પરત લાવવાની વ્યવસ્થા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો તેમજ ગુજરાત સુધી પહોંચાડવાની સુવિધા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યકત કર્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
