Homeગુર્જર નગરીરાજકોટઃ મહિલા બુટલેગર જ્યોત્સનાનો 5.86 લાખનો દારૂ જપ્ત, જ્યોત્સના ફરાર

રાજકોટઃ મહિલા બુટલેગર જ્યોત્સનાનો 5.86 લાખનો દારૂ જપ્ત, જ્યોત્સના ફરાર

Team Chabuk-Gujarat Desk: હોળી-ધૂળેટી તહેવાર પહેલાં ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની સૂચના આપવામાં આવી છે. જે અનુસંધાને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બેડી ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે આવેલા પૂલ પાસે સિલ્વર પાર્ક શેરી નંબર 3ના મકાનમાં દરોડો પાડ્યો હતો અને વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આ દારૂ જ્યોત્સના ઉર્ફે ખમ્મા બાબુભાઇ ચાવડાએ ઉતાર્યો હતો. જોકે, દરોડા દરમિયાન તે ઘરે હાજર મળી ન હતી. પોલીસે સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 1,216 બોટલ જેની કિંમત રૂપિયા 5,86,400 થાય તે કબજે કરી કરી છે સાથે જ ફરાર મહિલા બુટલેગર જ્યોત્સનાની શોધખોળ શરૂ કરી છે.

આ ઉપરાંત રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસની ટીમે બાતમીના આધારે એકતા કોલોની શેરી નં-4માં પણ દરોડા પાડ્યા હતા. જ્યાં ખંઢેર જેવી અવાવરૂ ઓરડી નજીકથી સમીર ઉર્ફે મરઘો યાશીન પઠાણને વિદેશી દારૂની 48,000 કિંમતની 96 બોટલ સાથે ઝડપી લીધો હતો.

ગુજરાતમાં તહેવારો આવતા જ દારૂની રેલમછેલ થતી જોવા મળે છે. તેમના પર ખાસ નજર રાખી દારૂના વેચાણ પર વોચ રાખી બુટલેગરોને પકડી પાડવા ખાસ સૂચના આપવામાં આવી છે. જેને લઈને રાજકોટ પોલીસ સતર્ક છે અને અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી બુટલેગરોને ઝડપી રહી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments