Homeગુર્જર નગરીઆ મહંતે હાથમાં હથિયાર ઉઠાવી કહ્યું, વિવાદિત ભીંત ચિત્રો 24 કલાકમાં નહીં...

આ મહંતે હાથમાં હથિયાર ઉઠાવી કહ્યું, વિવાદિત ભીંત ચિત્રો 24 કલાકમાં નહીં હટાવાય તો હું તેમનો વધ કરીશ

Team Chabuk-Gujarat Desk: સાળંગપુરમાં હનુમાનજીની વિશાળ 54 ફૂટ ઉંચી પ્રતિમાની નીચે લગાવેલા ભીંત ચિત્રોનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. સનાતન ધર્મના સાધુ-સંતોમાં આ મામલે ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે બોટાદમાં આવેલા રોકડિયા હનુમાનજી મંદિરના મહંત અને અખિલ ભારતીય શ્રી પંચ રામાનંદ અખાડાના મહંત પરમેશ્વર મહારાજે વિવાદિત ભીંત ચિત્રો હટાવી લેવા મામલે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. મહંત પરમેશ્વર મહારાજે હાથમાં હથિયાર રાખીને ભીંત ચિત્રો હટાવી લેવા ચેતવણી આપી છે.

મહંત પરમેશ્વર મહારાજે જણાવ્યું કે, હનુમાનજી સ્વામિનારાયણના દાસ નથી. હનુમાનજી ભગવાન રામના દાસ છે. સ્વામિનારાયણ મતલબ કોણ? સ્વામિનારાયણનો કોઈ સંપ્રદાય નથી. સ્વામિનારાયણનો કોઈ અખાડો નથી, સિદ્ધાંત નથી, પંથ નથી. આ ફરજી બાબાનું ગ્રુપ છે. આ લોકો બ્લેકના રૂપિયા વ્હાઈટ કરે છે. તેમના ભગવાન રામ કે શિવ નથી તો આ લોકો હનુમાનજીના ચરણોમાં કેમ પડ્યા છે ? હનુમાનજીના વિવાદાસ્પદ ચિત્રો કેમ લગાવ્યા છે ? અમને લાગતું હતું કે આ લોકો સુધરી જશે, તે સનાતની છે. પરંતુ આ લોકો સનાતની નથી, સનાતમ ધર્મના વિરોધી છે. હનુમાનજીનું અપમાન કરનારાઓ પર અમે કેસ કરીશું.

parmeshvar maharaj

આ સાથે જ પરમેશ્વર મહારાજે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, 24 કલાકમાં સાળંગપુરમાંથી વિવાદિત ભીંત ચિત્રો હટાવવામાં નહીં આવે તો અમે હથિયાર ઉપાડવા માટે તૈયાર છીએ. હું બંને ભૂજા ઉઠાવીને પ્રણ કરું છું કે આ લોકો નહીં સુધરે તો સનાતન ધર્મના રક્ષણ માટે હું તેમનો વધ કરી નાખીશ.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments