Team Chabuk-Sports Desk: ક્રિકેટ રસિકો માટે આજે હાઈવોલ્ટેજ મુકાબલો યોજાશે. એશિયા કપ-2023ની (asia cup 2023) શરૂઆત થઈ ચુકી છે ત્યારે આજે ભારત-પાકિસ્તાન (india vs pakistan) વચ્ચે મહત્વનો મુકાલબો યોજાશે. આ મેચ શ્રીલંકાના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન 17મી વખત આમને-સામને થશે. એશિયા કપની છેલ્લી 15 સીઝનમાં, બંને ટીમો T20 અને ODI ફોર્મેટ સહિત કુલ 16 વખત સામસામે આવી છે. આ 16 મેચોમાંથી, એક મેચમાં (વર્ષ 1997) કોઈ પરિણામ આવ્યું ન હતું. બાકીની 15 મેચોમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો.
ભારતે પાકિસ્તાનને સાત વખત હરાવ્યું
જો જોવામાં આવે તો, 1984 થી 2018 સુધી, ભારત અને પાકિસ્તાન એશિયા કપના ODI ફોર્મેટમાં એકબીજા સામે 13 મેચ રમ્યા છે, જેમાં ભારતીય ટીમે 7 વખત પાકિસ્તાનને હરાવ્યું છે. પાકિસ્તાને પાંચ વખત જીતનો સ્વાદ ચાખ્યો, જ્યારે એક મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. ભારતીય ટીમે 1984, 1988, 2008, 2010, 2012 અને 2018માં બે વખત પાકિસ્તાનને હરાવ્યું છે. બીજી તરફ, પાકિસ્તાને શારજાહના મેદાન પર 1995માં એશિયા કપમાં ભારત સામે તેની પ્રથમ મેચ જીતી હતી. આ પછી પાકિસ્તાને 2000, 2004, 2008 અને 2014માં પણ ભારતીય ટીમને હરાવી હતી.

જો આપણે T20 ફોર્મેટની વાત કરીએ તો એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન માત્ર ત્રણ વખત સામસામે આવ્યા છે. 2016માં એક અને 2022માં બે વખત બંને ટીમો બે વખત સામસામે આવી હતી. 2016માં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. જ્યારે 2022માં ગ્રુપ સ્ટેજમાં ભારત અને સુપર-4માં પાકિસ્તાન જીત્યું હતું. આ આંકડાઓને જોતા એ સ્પષ્ટ થઈ ગયું છે કે શનિવારે ભારત-પાકિસ્તાન મેચમાં રોમાંચ ચરમ પર રહેશે.
ભારતની પ્લેઈંગ ઈલેવન
પાકિસ્તાન સામે ભારતના સંભવિત પ્લેઈંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ.
પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન
ભારત સામેની મેચ માટે પાકિસ્તાનની પ્લેઈંગ-11: બાબર આઝમ (કેપ્ટન), ફખર જમાન, ઈમામ-ઉલ-હક, સલમાન અલી આગા, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ નવાઝ, હેરિસ રઉફ, નસીમ શાહ અને શાહીન શાહ આફ્રિદી.
તાજેતાજો ઘાણવો
- ગુજરાતના તમામ રોડ રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
- મોરબીમાં ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં સુવિધા ન મળતાં લોકોએ કહ્યું- હવે વિસાવદરવાળી કરવી પડશે
- ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, 6 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે
- પીઠ અને શૉલ્ડરની બેસ્ટ એક્સસાઈઝ – બેન્ટ ઓવર રૉ એક્સસાઈઝ
- Writer’s odyssey: લખાયેલું સઘળું સાચું અને સાચું બધું કાલ્પનિક