Homeગુર્જર નગરીએ દોસ્તી… આ મગરે અપાવી વિશ્વની એકમાત્ર શાકાહારી મગર 'બાબિયા'ની યાદ, મગર...

એ દોસ્તી… આ મગરે અપાવી વિશ્વની એકમાત્ર શાકાહારી મગર ‘બાબિયા’ની યાદ, મગર ખાય છે ગાંઠિયા ને લાપસી !

Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લાનો મગર અને ભગતની દોસ્તીનો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક આધેડ વયના વ્યક્તિ મગરને શીતલ કહીને બુમ પાડે કે તરત જ ઉંડા પાણીમાંથી અને 100 ફૂટ દૂર હોય તો પણ 7 ફૂટ લાંબી મગર કિનારે આવી જાય છે. જે બાદ આ વ્યક્તિ મગરને લાપસી અને ગાંઠિયા ખવડાવે છે. એ પણ એકદમ નજીક બેસીને. જાણે મગર અને આ વ્યક્તિની જન્મો જન્મની દોસ્તી હોય એમ જ અને બીજી તરફ લોકો જોતા રહી જાય છે.

આ વીડિયો ગીર સોમનાથના વેરાવળ તાલુકાના સવની ગામમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિર નજીક ગાગડીયા ધરાનો છે. અહીં એક મગર છે. જે રોજ શાકાહારી ભોજન કરે છે. વીડિયોમાં જોવા મળી રહેલા વ્યક્તિનું નામ જીવાભાઈ ભરવાડિયા છે. લોકો તેને ભગતના નામે જ ઓળખે છે. જીવાભાઈ આમ તો મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વતની છે જેઓ દોઢ વર્ષ પહેલાં અહીં ખોડિયાર માતાજીના દર્શને આવ્યા હતા. ત્યારે જ તેમણે આ મગરને પહેલીવાર જોઈ હતી. માતાજીના દર્શને આવેલા જીવાભાઈ એ દિવસ બાદ પરત દ્વારકા નથી ફર્યા. તેઓ અહીં જ રહે છે. તેઓ રોજ મગરને આવી જ રીતે ભોજન કરાવે છે.

Shital Crocodile Gir Somnath

એવું ભાગ્યે જ જોવા મળતું હોય છે કે કોઈ મગર શાકાહારી હોય છે. આવી જ એક મગર કેરળમાં હતી. જેને લોકો બાબિયા તરીકે ઓળખતા. ઓક્ટોબર 2022માં નિધન થયું હતું. કેરળના કાસરગોડના શ્રી અનંત પદ્મનાભ સ્વામી મંદિર નજીક નદીમાં આ મગર રહેતી. બાબિયા સંપૂર્ણ શાકાહારી હતી. તે માત્ર ભાત અને ગોળ જ ખાતી. માનવામાં આવે છે કે અંદાજે 70થી 75 વર્ષથી તે દિવસ રાત મંદિરની રક્ષા કરતી. તે મંદિરની આસપાસ જ નદીમાં રહેતો હતો. હજારો લોકો આ મંદિરે માત્ર બાબિયાને જોવા પણ આવતા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments