Team Chabuk Gujarat desk: જો તમને કોઈ કોન બનેગા કરોડપતિમાં ચાન્સ આપવાની લાલચ આપતો ફોન આવે તો તે કોલને તાત્કાલિક કટ કરી દેજો. કારણ કે આ ફોનકોલ્સ ફ્રોડ છે. કરોડપતિ બનવાની લાલચમાં આવીને જ એક યુવકે આત્મહત્યા કરી લીધી છે. આ યુવક પહેલાંથી જ આર્થિક તંગીમાં હતો એવામાં કરોડતિ બનવા માટે વધુ રૂપિયા ખર્ચી નાખ્યા. એટલે યુવકની સ્થિતિ દુકાળમાં અધિક માસ જેવી થઈ ગઈ હતી.
શું છે સમગ્ર મામલો ?
થોડા સમય પહેલાં નવાસારીમાં એક યુવકે ગળેફાંસો લગાવીને મોત વ્હાલુ કરી લીધું હતું. આ કેસમાં હવે ચોંકવાનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક યુવકે જલદી રૂપિયાવાળું થવાની લાલચમાં લાખો રૂપિયા ખર્ચી નાખ્યા હતા. દેવુ વધી જતાં તેણે અંતિમ નિર્ણય લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સાયબર આરોપીઓએ યુવકને કોન બનેગા કરોડપતિના નામે છેતર્યો છે.
આરોપીઓએ ફોન કરીને યુવકને 25 લાખ રૂપિયા જીત્યા હોવાની લાલચ આપી હતી. જોકે, આરોપીઓએ યુવક સામે શરત પણ રાખી હતી કે, આ 25 લાખ જોઈતા હોય તો તમારે પહેલાં ડિપોઝિટ જમાં કરવાવી પડશે. આરોપીએ ડિપોઝિટની રકમ 1 લાખ 39 હજાર રૂપિયા કહી હતી. યુવકે 25 લાખ આવશે તેવું વિચારીને આ રકમ ભરી દીધી હતી. જો કે, પાછળથી તેને છેતરાયાનો અહેસાસ થયો હતો. ઉપરથી જે 1.39 લાખ રૂપિયાનું સેટિંગ કર્યું હતું તે લોકોના ઉઘરાણીના ફોન પણ આવી રહ્યા હતા.
દાવો છે કે, આ વાતને લઈને જ યુવક છેલ્લા કેટલય સમયથી માનસિક તણાવમાં હતો. જેથી તેણે પોતાના ખેતરે જઈને વૃક્ષ પર ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. હાલ આ કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ મૃતકને ફોન કરનારા આરોપીઓ કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવકના થોડા સમય પહેલાં જ લગ્ન થયા હતા તેમજ તેની પત્નીને પેટમાં ત્રણ માસનો ગર્ભ છે. યુવકની અણધારી વિદાયથી ગર્ભવતી પત્ની પર આભ તૂટી પડ્યું છે. તો યુવકનો પરિવાર પણ શોકમાં ગરકાવ છે. યુવકના પરિવારે યુવકને મોતના મુખમાં ધકેલી દેનારા આરોપીઓને ઝડપીને કડકમાં કડક કાર્યવાહીની માગણી કરી છે.
આવી રીતે પણ થઈ રહી છે ઠગાઈ
ચાબુક વાંચકમિત્રોને અપીલ કરે છે કે, આવી કોઈ જાહેરાતમાં ભરમાશો નહીં. ડિપોઝિટ માગતા લોકો મોટાભાગે ફ્રોડ જ હોય છે. જેઓની મોડસ ઓપરેન્ડી એ જ હોય છે કે પહેલાં લોકોને વધુ રૂપિયાની લાલચ આપો અને ડિપોઝિટ પેટે નાણાં પડાવો.
સોશિયલ મીડિયા પરથી જાણવા મળ્યું છે કે, હાલ સાયબર ક્રાઈમની દુનિયામાં એક નવો ટ્રેન્ડ પણ શરૂ થયો છે. જેમાં આરોપીઓ પહેલાં કોઈ પણ ખાતાધારકના ખાતામાં 100થી 500 જેટલા રૂપિયા નાખે છે. બાદમાં તેમનો મોબાઈલ નંબર મેળવીને રડમસ અવાજે વાત કરે છે અને આ રૂપિયા રિકવર કરવા માટે ઓટીપી માગે છે. ઓટીપી આપતાની સાથે જ ખાતાધારક સાથે ઠગાઈ થઈ જાય છે. સોશિયલ મીડિયા પર અપીલ કરવામાં આવી છે કે, આવા ફ્રોડથી બચો અને જો ક્યારેય આવો કિસ્સો તમારી સાથે બને તો તેમની પાસેથી બેંકના ખાતાનંબર માગીને રૂપિયા પરત કરવા નહીં કે તેમને ઓટીપી આપવો.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત