Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લામાં સિંહનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ વીડિયોમાં જે રીતે સિંહનું આગમન થાય છે એ જોતા લાગે છે કે નજરો નજર જોનારાની શું સ્થિતિ થઈ હશે? બન્યું એવું કે ગીર સોમનાથ જિલ્લામાં એક ખેડૂત વાડી પર પાણી વાળવાનું કામ કરી રહ્યા હતા. સવારનો સમય હતો. એવામાં તેમની નજર ખેતરની કિનારી પર ગઈ. એક ડાલા મથ્થો સિંહ આવ્યો અને થોડીવારમાં તો એક નહીં ત્રણ ત્રણ સિંહ આવી પહોંચ્યા. ક્ષણેક વારમાં જ ખેતર સિંહોની માલિકીનું થઈ ગયું. સિંહોએ પાણી પીધું હતું અને ખેતરમાં લટાર મારી હતી.
પણ અહીં મહત્વની વાત એ છે કે ગીરના સિંહની પજવણી ન કરો તો તે પણ કોઈની પજવણી નથી કરતા તે વાત ફરી સિદ્ધ થઈ છે. ખેડૂતે સિંહ પર શ્રદ્ધા રાખી હતી અને વીડિયો ઉતાર્યા બાદ પોતાના કામમાં મગ્ન રહ્યો હતો. સિંહ પણ ખેતરમાં રખડ્યા હતા અને બાદમાં પોતાના રસ્તે પડ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લાનો જે વીડિયો કહેવામાં આવી રહ્યો છે તે જાંબુર ગામની સીમ વિસ્તારનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. સિંહોની વસતિ વધી છે એટલે વિસ્તાર માટે તે કેટલીક વખત માનવ વસાહત સુધી લાંબા થઈ જાય છે. જેમાં તેમના પ્રથમ નિશાન ખેતરો બનતા હોય છે. ઘણી વખત ખેતરમાં ધામા નાખી લે છે તો પરત ફરવાનું નામ નથી લેતા.
ગીર સોમનાથના વાઈરલ થયેલા એક મિનિટના આ વીડિયોમાં ત્રણ સિંહ છે. જે સમયે સિંહનું આગમન થયું ત્યારે ખેડૂત ખેતરમાં પીયતનું કામ કરી રહ્યા હતા. એક દિશામાંથી એક સિંહ, બીજી દિશામાંથી બીજો અને ત્રીજો એ રીતે આવ્યા. ત્રણે સિંહોએ પાણી પીધા પછી લાંબા સમય સુધી ખેતરમાં લટાર મારી હતી. આ વચ્ચે ખેડૂત પણ પીયતનું પોતાનું કામ કરતા રહ્યા હતા. ન તો સિંહે ખેડૂતની પજવણી કરી હતી અને ન તો ખેડૂતે સિંહને કંઈ કર્યું હતું. હાલ આ અદભુત દૃશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર ભરપૂર વાઈરલ થઈ રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
