Homeદે ઘુમા કેભારતની હારનો પાયો દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝના ન રમાયેલા મેચમાં જ...

ભારતની હારનો પાયો દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝના ન રમાયેલા મેચમાં જ ચણાઈ ગયો હતો, સેમીફાઈનલમાંથી આઉટ થવાના આ રહ્યા ચાર કારણ

Team Chabuk-Sports Desk: મહિલા વિશ્વકપ 2022માં ટીમ ઈન્ડિયાની સફરનો અંત થઈ ચૂક્યો છે. ટૂર્નામેન્ટની અંતિમ લીગ મેચમાં ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે ત્રણ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારતને આ મેચ ફરજિયાતપણે જીતવાની હતી. જોકે ભારતીય ટીમના હાથમાંથી અંતિમ બોલે આ મેચ સરકી ગઈ હતી. ભારતીય મહિલા ટીમની તૈયારીઓ મજબૂત હતી, વિશ્વકપ જીતશે એવી આશા એ માટે પણ હતી કારણ કે ટીમ ગત વર્ષે ફાઈનલમાં પણ હતી. હવે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની વચ્ચે સેમીફાઈનલ મુકાબલો રમાશે.

સ્મૃતિ મંધાનાએ કેચ છોડી દીધો

ભારતે આ મેચમાં આફ્રિકાની બેટર ડ્રૂ પ્રીઝને જીવનદાન આપી દીધું. સ્મૃતિ મંધાનાએ દીપ્તિ શર્માની બોલ પર તેનો કેચ છોડી દીધો. એ સમયે તે 32 રન પર રમી રહી હતી. તેણે આ જીવનદાનનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને 52 રન બનાવ્યા. તેણે આફ્રિકા માટે વિજય રન પણ બનાવ્યા અને અંતિમ ઓવરમાં એક માત્ર સેટ બેટર હતી, જેણે પોતાની ટીમને વિજય અપાવ્યો.

દીપ્તિ શર્માની નો-બોલ

આ મેચની અંતિમ ઓવર ભારતની સ્પિન બોલર દીપ્તિ શર્માએ ફેંકી હતી. અનુભવી દીપ્તિ પાસેથી ઘણી આશા હતી કે એ સંયમની સાથે બોલિંગ કરશે અને ભારતીય ટીમને સેમીફાઈનલ પહોંચાડશે. શરુઆતની ચાર બોલમાં તેણે સાતત્યપૂર્ણ પ્રદર્શન પણ કર્યું અને આફ્રિકાની બંને બેટર્સને પોતાના કાબૂમાં રાખી. ઓવરની પાંચમી બોલમાં સેટ બેટર ડ્રૂ પ્રીઝ કેચ આઉટ થઈ ગઈ. એવું લાગ્યું કે મેચ ભારતની મુઠ્ઠીમાં આવી ગયો છે પણ એવું હતું નહીં. અમ્પાયરે એ બોલ નો બોલ આપી. આફ્રિકાની ટીમને અતિરિક્ત રન પણ મળ્યો અને ટીમની હાર અહીં જ નક્કી થઈ ગઈ હતી. આગામી બે બોલમાં આફ્રિકાની બેટર્સે બે રન બનાવી લીધા.

આફ્રિકા અને વિન્ડિઝનો ન રમાયેલો મેચ

આ ટૂર્નામેન્ટમાં સેમીફાઈનલના સમીકરણના હિસાબથી વેસ્ટ ઈન્ડિઝનું દક્ષિણ આફ્રિકા સામે હારવું જરૂરી હતું. એવું સ્પષ્ટ લાગી રહ્યું હતું કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ આફ્રિકા સામે હારશે અને સેમીફાઈનલની રેસમાંથી આઉટ થઈ જશે. જોકે એવું થયું નહીં. કુદરત પણ કમાલની ચીજ છે. વરસાદના કારણે આ મેચ રમાયો જ નહીં અને બંને ટીમને એક એક પોંઈન્ટ આપી દેવામાં આવ્યા. વેસ્ટ ઈન્ડિઝને વરસાદ અને એક અંકનો ફાયદો મળ્યો અને આજે ભારતીય ટીમની હાર સાથે તે સેમીફાઈનલમાં પહોંચી ગઈ.

ખરાબ ફિલ્ડીંગ અને ઝૂલનની ગેરહાજરી

દક્ષિણ આફ્રિકા સામેના મેચમાં ભારતીય ટીમની ફિલ્ડીંગ ખરાબ રહી. કહેવાય છે કે ટેક કેચીસ એન્ડ વિન મેચીસ, પરંતુ સ્મૃતિ મંધાના અને મિતાલી રાજ જેવી અનુભવી ખેલાડીઓએ કેચ છોડી દીધા. આફ્રિકાની બેટર્સે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને લાંબી ઈનિંગ રમી. ભારતીય ટીમે આ મેચમાં રન આઉટની બે તક પણ જતી કરી. આ કારણે જ આફ્રિકાની ટીમ લક્ષ્યનો પીછો કરવામાં સફળ રહી. આ સિવાય ભારતની અનુભવી ખેલાડી અને બોલર ઝુલન ગોસ્વામી આ મેચમાંથી ઈજાના કારણે ખસી ગઈ હતી. જેનો પણ આફ્રિકાની ટીમને ફાયદો થયો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments