Team Chabuk-Gujarat Desk: છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે કેશોદ એરપોર્ટ શરૂ થવા જઈ રહ્યું છે. આગામી તારીખ 16 એપ્રિલેથી મુંબઇ-કેશોદ-મુંબઇની ફ્લાઇટ સેવા શરૂ થશે. આ અંગેની જાણકારી કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી છે.
જેની છેલ્લા ઘણા સમયથી કાગડોળે રાહ જોવાઇ રહી હતી તે મુંબઇ-કેશોદ-મુંબઇ ફ્લાઇટ હવે શરૂ થવા જઇ રહી છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ ખાસ જાણકારી આપી હતી કે આગામી તારીખ 16 એપ્રિલે કેશોદ ફ્લાઇટ સેવાની શરૂઆત થશે. પ્રથમ ફ્લાઈટમાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયા સવાર થશે. બપોરે 1 વાગે મુંબઇથી ફ્લાઇટ કેશોદ પહોંચશે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે 70ની કેપીસીટીનું એટીએર એરક્રાફ્ટ હશે જે મુંબઇ-કેશોદ-મુંબઇ વચ્ચે ઉડાન ભરશે. અઠવાડીયામાં ત્રણ દિવસ ફ્લાઇટ સેવા ચાલુ રહેશે. આ ફ્લાઇટ શરૂ થવાના કારણે સોમનાથ મંદિરનમા દર્શને આવતા શ્રદ્ધાળુંઓ તથા ગીરના પ્રવાસીઓ અને વેરાવળ ઔદ્યોગિક હબ હોવાથી ઉદ્યોગકારોને ઘણો ફાયદો થશે. કેશોદ ગીર જંગલ અને સોમનાથ મંદિરની નજીકમાં હોવાથી સ્થાનિક પ્રવાસન ઉદ્યોગ માટે મુંબઈ-કેશોદ ફ્લાઇટ સર્વિસ અત્યંત ફાયદાકારક સાબિત થશે.
આ સેવા મુંબઈ અને કેશોદ વચ્ચે અઠવાડિયામાં ત્રણ વખત ઉડાન ભરશે અને વન-વે ટિકિટની કિંમત ન્યૂનતમ રૂ. 2700 હશે. એલાયન્સ એર સેક્ટરમાં 70 સીટર ATR એરક્રાફ્ટ તૈનાત કરશે. આ ફ્લાઇટ ટિકિટ દર UDAAN યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ નો ફ્રિલ્સ ફ્લાઇટ હશે જેનો અર્થ છે કે મુસાફરોએ ઇન ફ્લાઇટ સર્વિસમાંથી ચા, કોફી, નાસ્તો વગેરે ખરીદવું પડે. દરેક મુસાફરને 15 કિલો વજનનો સામાન મફતમાં લઈ જવાની છૂટ આપવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
