Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લામાં આવેલી રાવલ નદીમાં ડૂબી જવાથી બે લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડાના જસાધાર રાવલ નદીમાં બે લોકો ન્હાવા પડ્યા હતા. પરંતુ બન્ને ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં બન્નેના ડૂબી જવાથી મોત નિપજ્યા છે.
હાલ ઉનાળાની ગરમી હોવાથી ગીર ગઢડાના જસાધાર રાવલ નદીમાં મામા-ભાણેજ ન્હાવા પડ્યા હતા. પરંતુ અચાનક તેઓ ઉંડા પાણીમાં પહોંચી ગયા હતા અને ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રાવલ નદીમાં ન્હાવા પડેલા મામા અને ભાણેજના ડૂબી જવાથી મોત થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા અને નદીમાંથી રેસ્ક્યૂ કરીને બન્નેના મૃતદેહને બહાર કાઢ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે મામા વિસાવદરના વતની હતા જ્યારે ભાણેજ ઊનાનો વતની હતો. બન્ને રાવલ નદીમાં ન્હાવા માટે પડ્યા હતા પરંતુ દુર્ભાગ્યે ડૂબી જવાથી બન્નેના મોત નિપજ્યા છે. મામા-ભાણેજના નદીમાં ડૂબી જવાથી મોત થતાંના સમાચાર મળતાં જ પરિવારજનોમાં કલ્પાત જોવા મળી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
