Homeગુર્જર નગરીસુરતઃ અમરેલીની સાસુનું આસામી વહુએ હાથ-પગ બાંધી ગળું દબાવી દીધુ, રત્નકલાકારે પ્રેમ...

સુરતઃ અમરેલીની સાસુનું આસામી વહુએ હાથ-પગ બાંધી ગળું દબાવી દીધુ, રત્નકલાકારે પ્રેમ થયા બાદ આસામ જઈને કર્યા હતા લગ્ન

Team Chaubuk-Gujarat Desk: સુરતમાં ફરી એકવાર હૈયું કંપાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં રત્નકલાકારની માતાની રત્નકલાકારની પત્ની અને સાળાએ હત્યા કરી નાખી. મૂળ આસામની પુત્રવધૂને ગામડે જવું હતું આ બાબતે સાસુ અને પુત્રવધૂ વચ્ચે ઝઘડો થયો હતો જે ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો.

સુરતના વરાછામાં લંબે હનુમાન રોડ વિસ્તારમાં મૂળ આસામની પુત્રવધૂએ ગુજરાતી સાસુને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા. ત્યારબાદ ઘરને બહારથી તાળું લગાવીને આસામ જવા રવાના થઈ ગઈ. જો કે, તેના પતિએ સવારે પાંચ વાગ્યે પત્ની અને તેના સાળાને સુરત રેલવે સ્ટેશનેથી પકડી લીધા અને પોલીસને સોંપી દીધા હતા.

shreeji dhosa

મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના નેસડી ગામનો સંદિપ ઉર્ફ દેવો સરવૈયા વરાછામાં લંબે હનુમાન રોડ પર પરિમલ સોસાયટીમાં રહે છે. સંદિપ રત્નકલાકાર છે. ચારે વર્ષ પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી તેનો પરિચય આસામના દિબ્રુગઢની દિપીકા મંડલ સાથે થયો હતો. બંનેને પ્રેમ થતા સંદિપ દિબ્રુગઢ પહોંચી ગયો હતો. પાંચ મહિના ત્યાં જ રહ્યો અને દિપીકા સાથે લગ્ન કર્યા હતા. ત્યાંથી તે દિપીકાને લઈને સુરત આવી રહેવા લાગ્યો હતો.

લગ્ન બાદ દિપીકાના બે ભાઈ પણ સુરત આવીને દિપીકાના ઘરે રહેવા લાગ્યા હતા. શનિવારે રાત્રે સંદિપ હીરાના કારખાને નોકરી પર ગયો હતો. સવારે ચારેક વાગ્યે સંદિપના પિતાનો તેમના વતનથી ફોન આવ્યો કે તારી મમ્મીને ફોન કરૂં છુ તે ઉપાડતી નથી. તેથી સંદિપે પણ ઘરે મમ્મીને અને પત્ની દિપીકાને ફોન કર્યા હતા. 25 થી વધુ વખત ફોન કર્યા પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહતો. તેથી સંદિપે ઘર પાસે રહેતા બનેવીને ફોન કરીને ઘરે જઈને તપાસ કરવાનું કહ્યું હતું.

shreeji dhosa

બનેવીએ ઘરે જઈને જોતા ઘર બંધ હતું અને બહારથી દરવાજાને તાળું મરાયું હતું. બનેવીએ સંદિપને આવી જાણ કરતા સંદિપે બનેવીને સુરત રેલવે સ્ટેશને જવા કહ્યું હતું. સંદિપ પણ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. સ્ટેશન પર દિપીકા, દિપાંકર અને નાનો ભાઈ મળી આવ્યા હતા.બંનેને લઈને ઘરે આવ્યા હતા. ત્યાં ઘરમાંથી સંદિપની માતા વિમળાબેનની હાથ-પગ બાંધેલી લાશ પડેલી હતી. સંદિપે આરોપી દિપીકા અને દિપાંકર વિરુદ્ધ વરાછા પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. ફોટોમાં આરોપી પત્ની દિપીકા અને તેનો ભાઈ દિપાંકર છે.

દીપિકાને આ બાબતે પુછતા તણીએ કહ્યું કે, તે તેના ભાઈઓ સાથે દિબ્રુગઢ જવા નીકળી ત્યારે વિમળાબેને જવાની ના પાડી હતી. તેથી તેમની વચ્ચે ઝઘડો થયો હતો. તેથી દિપીકા અને દિપાંકરે ગળું દબાવી દીધું હતું. હાલ આ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments