Homeગુર્જર નગરીમોરબી: રીનોવેશન બાદ બેસતાં વર્ષે ખુલ્લો મૂકાયેલો ઝૂલતો પુલ તૂટ્યો, અનેક લોકો...

મોરબી: રીનોવેશન બાદ બેસતાં વર્ષે ખુલ્લો મૂકાયેલો ઝૂલતો પુલ તૂટ્યો, અનેક લોકો નદીમાં પડ્યાં

Team Chabuk-Gujarat Desk: મોરબીમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રખ્યાત એવો ઝૂલતો પુલ તૂટી ગયો છે. જેના કારણે અનેક લોકો નીચે પટકાયા છે. હાલ બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે ઝૂલતા પુલ પર આશરે 500 જેટલા લોકો હતા જેમાંથી 100 જેટલા લોકો મચ્છુ નદીમાં પડ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ દુર્ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. બીજી તરફ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. એસપી સહિતના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને વિવિધ આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો બચાવ કાર્યમાં જોડાયા છે. તરવૈયાઓ પણ મોટી સંખ્યામાં પાણીમાં ઉતરીને લોકોને બહાર કાઢી રહ્યા છે. મોરબી જિલ્લાની 12 જેટલી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. આ બચાવ કાર્ય ઝડપથી થાય તે માટે હજુ પણ રાજકોટ, જામનગર, ધ્રોલ, જોડિયા સહિતના સ્થળેથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી રહી છે. એલસીબી પીઆઇ કે. જે ચૌહાણ સહિત 50 જેટલો પોલીસ સ્ટાફ નદીમાં બચાવવા માટે પડ્યો છે.

મોરબીમાં તાજેતરમાં જ નવા વર્ષે જ રીનોવેશન બાદ ઝૂલતા પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રજાના દિવસોમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. આજે પણ ઝૂલતા પુલ ઉપર લોકોની સંખ્યા વધી ગઈ હોય પુલ તૂટી પડ્યો હતો. જેના કારણે લોકો નીચે પટકાયા હતા. હાલ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ સાથે બચાવ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

મોરબી ઝૂલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલીફોન 02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

મહત્વનું છે કે નવા વર્ષે જ મોરબીનો જાણીતો ઝૂલતો પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પુલ આશરે સાત મહિના જેટલો સમય બંધ રહ્યો હતો. સમારકામ બાદ આ પુલને હાલ ખુલ્લો મુકાયો છે. પુલની જવાબદારી હાલ ઓરેવા ટ્રસ્ટ પાસે હોવાની પણ માહિતી મળી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુર્ઘટનાની નોંધ લીધી છે અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ તંત્રને તાત્કાલિક ઘટતુ કરવા સૂચના આપી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments