Team Chabuk-Political Desk: પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કન્વીનર અલ્પેશ કથીરિયા (alpesh kathiriya) અને ધાર્મિક માલવિયા (dharmik malaviya) આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગારિયાધાર ખાતે જાહેર સભામાં અરવિંદ કેજરીવાલે બન્નેને ખેસ પહેરાવીને પાર્ટીમાં જોડ્યા છે. આ તકે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા, મહામંત્રી મનોજ સોરઠીયા ઉપસ્થિત રહ્યા હતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહ્યા હતા.
અલ્પેશ કથીરિયાએ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે પાટીદાર અનામત આંદોલનના સાત વર્ષથી વધુ સમય થતાં અમે અને અમારી ટીમે નિર્ણય લીધો. અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કરવા માટેની કોઈ પાર્ટી હોય તો તે આપ પાર્ટી છે. જેટલો સંઘર્ષ મોટો હશે એટલી જીત શાનદાર હશે અને સંઘર્ષની લડાઈમાં તમારા સાથ સહકારની જરૂર છે. આ તકે અલ્પેશ કથીરિયાએ કેશુબાપા અને અનામત દરમિયાન શહીદ થયેલા યુવાનોને યાદ કર્યા હતા. સારી સાશન વ્યવસ્થા માટે આપણે આગળ આવવાનું છે.
અલ્પેશ કથીરિયાએ વધુમાં કહ્યું કે, PAASની ટીમ, કાર્યકરો અને જેલના ક્રાંતિકારીઓને વંદન કર્યા હતા. આવનારા દિવસોમાં સારા પ્રયત્નો કરીશું. ગરીબી, શિક્ષણ અને આરોગ્યના મુદ્દાનું સમાધાન કરીશું.
અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીમાં જોડાતાં જ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, પાર્ટીને નવું બળ, નવી ઉર્જા, નવી શક્તિ અને નવું નેતૃત્વ મળ્યું છે.
ગારિયાધાર ખાતેની જાહેર સભા દરમિયાન ગારિયાધાર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા હિંમતભાઈ માણીયા અને કોંગ્રેસના નગરપાલિકાના સભ્યો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
તાજેતાજો ઘાણવો
- કામ વાસનાના સવાલ પર શું બોલ્યા પ્રેમાનંદ મહારાજ ? દરેક પતિ-પત્નીએ જવાબ જાણવો જોઈએ
- ભારતીય ટીમની થઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો કેપ્ટન, શમીની વાપસી
- મોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
- મોરબીનો આ તાલુકો બન્યો દાડમ ઉત્પાદનનું હબઃ વર્ષે 100 કરોડનું ટર્ન ઓવર, વિદેશમાં થાય છે નિકાસ