Homeગુર્જર નગરીદિયરે ભાભીની ધારિયાના ઘા ઝીંકી હત્યા કરી બાદમાં પોતે જ પોલીસ સમક્ષ...

દિયરે ભાભીની ધારિયાના ઘા ઝીંકી હત્યા કરી બાદમાં પોતે જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો

Team Chabuk Gujarat Desk: ક્રોધ માણસનો સૌથી મોટો દુશ્મન છે. કેટલીક વાર ક્રોધને કાબૂ ન કરી શકાતા ન થવાનું થઈ જાય છે. કેટલીક વાર આ જ ક્રોધના કારણે માણસ પર હત્યારાનો ડાઘ લાગી જતો હોય છે. બનાસકાંઠાના કાણોદરમાં કંઈક આવી જ ઘટના બની છે. જ્યાં દિયરના ક્રોધે ભાભીની જીંદગી લઈ લીધી છે. દિયર અને ભાભી વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ. ત્યારબાદ વાત ઉગ્ર બની. દિયરને ગુસ્સો આવ્યો અને ભાભીને માથાના ભાગે ધારિયાના ઘા ઝીંકી દીધા. ભાભીનું સારવાર દરમિયાન મૃત્યું થયું છે.

હત્યામાં ઉપયોગમાં લેવાયેલું ધારિયું

બનાસકાંઠાના કાણોદરમાં ઠાકોર પરિવારમાં શોકનો માહોલ છે. દીકરીએ પોતાની માતા ગુમાવી છે, પતિએ પોતાની પત્ની તો માતા-પિતાએ પોતાની પુત્રી ગુમાવી છે. અણધારી વિદાયના કારણે પરિવારની આંખોમાંથી આંસુ રોકાઈ નથી રહ્યા. આ સ્થિતિ આવી છે પારિવારિક ઝઘડાના કારણે. જો ઝઘડો ન થયો હોત, જો દિયરને ગુસ્સો ન આવ્યો હોત તો એક માસૂમની માતા આજે જીવીત હોત અને તેને ખોળામાં બેસાડી, માથા પર હાથ ફેરવી અને લાડ લડાવી રહી હતો. પરંતુ ગુસ્સાએ માસૂમ દીકરીનો માતાનો પ્રેમ છીનવી લીધો છે.

ગામમાં એક ઠાકોર પરિવાર રહે છે. ઘરના મોભી બચુજી ધરમાજી ઠાકોર પોતે કલરકામનો ધંધો કરે છે અને પેટિયું રળે છે. તેમના પરિવારમાં પત્ની ગંગુબેન અને પુત્રી ઉપરાંત એક નાનો ભાઈ દશરત ઠાકોર પણ છે.

હત્યાની ઘટનાના દિવસે શું થયું ?

બપોરના સમયે સમગ્ર ઘટના બની હતી. જેનું કારણ હતું આગલા દિવસે દિયર અને ભાભી વચ્ચે થયેલી બોલાચાલી. ઘરમાં પોતાની ભત્રીજી ન દેખાતા ભાભીને પૂછ્યું હતું આ દરમિયાન દશરતને જાણવા મળ્યું હતું કે તેની ભત્રીજી પાડોશીને ત્યાં રમવા ગઈ છે. આ બાબતે દશરતે ભાભીને ઠપકો આપ્યો હતો. એ વાત ત્યાં જ પૂરી થઈ ગઈ હતી. પરંતુ બીજા દિવસે જ્યારે બપોરના સમયે ભાભી રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે દશરત આવ્યો એટલે ફરી બોલાચાલી થઈ. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. એટલે દશરતે ઘરમાં જ પડેલું ધારિયું ઉઠાવ્યું અને ભાભી પર હુમલો કરી દીધો. ભાભીના માથાના ભાગે ગંભીર ઈજા પહેચી અને થોડી જ વારમાં તે લોહીથી લથપથ થઈ ગઈ. બનાવની જાણ થતાં ગંગુબેનનો પતિ અને આડોસપાડોસના લોકો તાત્કાલિક આવી ગયા અને ગંગુબેનને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. જો કે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ ગુગુબેને અંતિમ શ્વાસ લીધા હતા.

બીજી તરફ બનાવ બાદ આરોપી પોતે જ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. અને સમગ્ર બનાવની જાણ પોલીસને કરી હતી. હાલ પોલીસે આરોપી દિયર દશરતની અટકાયત કરી લીધી છે અને વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસે શું કહ્યું

એક દુઃખદ મર્ડરનો બનાવ બનેલો છે. જેમાં બે ભાઈઓ ભેગા રહે છે. મોટાભાઈની બેબી પાડોશમાં રમવા જતી હતી તે બાબતે પોતાની ભાભીને ઠપકો આપ્યો હતો અને એ બંને વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલી હતી. જેનું મનદુઃખ રાખીને આરોપીએ પોતાની ભાભીને ધારિયાથી માથાના ભાગે ઈજા પહોંચાડતા તેનું મૃત્યુ થયેલું છે. આ બાબતે ગુનો દાખલ થયેલો છે. આરોપી પોતે જ પોલીસ સ્ટેશને હાજર થઈ જતા તેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
– આર.કે.પટેલ, DySP, પાલનપુર 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments