Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરમાં બે આખલા બાખડ્યા, વાહનોને લીધા અડફેટે, Video થયો વાઈરલ

સુરેન્દ્રનગરમાં બે આખલા બાખડ્યા, વાહનોને લીધા અડફેટે, Video થયો વાઈરલ

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. રખડતા ઢોરોના ત્રાસને કારણે રાહદારીઓને અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે. રખડતા આખલાઓનો આતંક પણ અહીં યથાવત છે. સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ ખાતે આજે બુધવારે બે આખલાઓ વચ્ચે જંગ જામ્યો હતો. રોડ વચ્ચે જ બંને આખલા બાખડતા થોડીવાર માટે આસપાસના લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. લોકો પણ આખલાઓને છૂટા પાડાવા મથ્યા હતા. જોકે રસ્તા પર બાખડી રહેલા આખલાઓએ પાર્ક કરેલા વાહનોને અડફેટે લીધા હતા.

સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ સંયુક્ત નગરપાલિકાની આખલા પકડવાની કામગીરી પર સતત સવાલો ઊભા થઈ રહ્યા છે. શહેરમાં રખડતા આખલાના આતંકને કારણે લોકોમાં પણ ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ પર આજે બે આખલા બાખડી પડ્યા હતા. આખલાના જંગનો વીડિયો પણ સામે આવ્યો છે. આખલાઓના જંગને કારણે ત્યાં પાર્ક કરાયેલા વાહનોને નુકસાન થયું હતું. કારણ કે આખલાઓએ વાહનોને પણ અડફેટે લઈ લીધા હતા. જોકે સદનસીબે કોઈને ઈજા ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ તરફ પાલિકાના તંત્ર દ્વારા તાત્કાલીક આખલાઓને પાંજરે પુરવાની માગ પણ ઊભી થઈ હતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments