Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં સરકારી નોકરીઓ મેળવવામાં ચાલતી લાલીયાવાડીનો વધુ એક પર્દાફાશ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. આજ રોજ યુવરાજસિંહ જાડેજાએ પુરાવા સાથે લિસ્ટ જાહેર કરીને સરકારી નોકરી માટેની પરીક્ષામાં બેસાડવામાં આવતા ડમી ઉમેદવારો અંગે ઘટસ્ફોટ કર્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, પરીક્ષા આપનાર ઉમેદવાર અલગ હોય છે અને નોકરી મેળવનાર ઉમેદવાર જુદા હોય છે.
યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, ભાવનગર જિલ્લાના તળાજા અને શિહોર પંથકના હોશિયાર વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે બેસાડવામાં આવે છે. નકલી માર્કશીટ બનાવવાની વાત સામે આવી છે. ધોરણ ૧૦ ની માર્કશીટમાં ૯૦ ટકા મેળવવામાં હોય છે. ગ્રામ સેવક 2021-22 ની ભરતીમાં પરીક્ષા આપનાર અલગ અને નોકરી લેનાર અલગ હોવાનો આક્ષેપ કર્યો છે. પરીક્ષા આપવા માટે નકલી આધારકાર્ડ બનાવીને પરીક્ષા આપતા હતા.
યુવરાજસિંહ જાડેજા કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે કોઈ ઉમેદવાર નકલી PSI બની પોલીસ ટ્રેનિંગ સેન્ટર સુધી પહોચી જાય છે. કોઈ અધિકારી મુખ્યમંત્રીનું વિમાન લઈને જતો રહે છે. કોઈ ઠગ PMO ઓફિસર બનીને Z સિક્યોરિટી સાથે રોલા પાડે છે. આજે મારે આના કરતા પણ વિશેષ કૌભાંડ વિશે વાત કરવી છે. વર્તમાનમાં સ્પર્ધાત્મક પરીક્ષા / બોર્ડ પરીક્ષા હોય કે અન્ય કોઈપણ પરીક્ષા ગેરરીતિની અલગ અલગ રીત સામે આવે છે. આ વખતે મોડસઓપરેન્ડી નવી છે ડમી ઉમેદવાર. આ પ્રકારે ડમી ઉમેદવારો બેસાડી નેક્સસ ચલાવવામાં આવી રહ્યું છે. આ પ્રકારના રેકેટમાં નકલી માર્કશીટ, નકલી પ્રમાણપત્ર, નકલી ઉમેદવારથી લઈને ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે. બોર્ડ પરીક્ષા હોય કે સ્પર્ધાત્મક પરીક્ષા અમુક વિસ્તારના લોકો ડમી ઉમેદવારો અને ખોટી માર્કશીટ(ભૂતિયા) બનાવી નોકરી મેળવવા લાગ્યા છે. ખાસ કરીને આ વિસ્તાર જોવા જઈએ જે મારા ધ્યાનમા છે બાકી આના કરતા પણ અન્ય હોઈ શકે છે.
ભાવનગરના તળાજા પંથક અને શિહોર પંથકના ગામડાઓ જેવા કે પિપરલા, દિહોર, સથરા, ટીમાણા, દેવગણા, અગિયાળીમાં છેલ્લા 15 દિવસોમાં અમે એક એક ગામડામાં જઈને તમામ માહિતી ભેગી પણ કરી છે અને અલગ અલગ માધ્યમો સાથે ક્રોસ વેરીફાઈ પણ કર્યું છે. આ પ્રકારે ગેરરીતિ આચરનારા અનેક લોકો અલગ અલગ વિભાગ જેવા કે MPHW, વિદ્યાસહાયક, તલાટી, બિન સચિવાલય, ફોરેસ્ટ, વગેરેમાં નોકરી કરી રહ્યા છે. આજે અમે આધાર પુરાવા સાથે અમુક સચોટ અને સાચા દાખલા પણ આપી રહ્યા છીએ. આ ફક્ત અમુક જ નામો છે આના કરતાં પણ વધારે લોકો ગેરરીતિથી સિસ્ટમમાં ઘુસી ગયા છે. તમામને સરકાર ઈચ્છે તો ક્રોસ વેરીફાઈ કરી દૂર કરી શકે છે.
ડમી ઉમેદવારની યાદી
- ભાવેશભાઈ રમેશભાઈ જેઠવાની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (પશુધન નિરીક્ષક, વર્ગ-3, 2021-22)
- કવિતકુમાર નીતિનભાઈ રાવની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (Laboratory Technician 2021-22)
- અંકિત નરેન્દ્રભાઈ લકુમની જગ્યાએ પરીક્ષા આપનાર વિમલ (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22)
- જયદીપભાઈ વાલજીભાઇ રમણાની જગ્યાએ પરીક્ષા આપનાર કલ્પેશ પંડ્યા (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22)
સુપરવાઈઝર(નિરીક્ષક) અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરનાર તપાસ અધિકારીની બેદરકારી / લાપરવાહી કે મીલીભગતથી જ આ શકય બને. એટલે જે તે ભરતી બોર્ડના તપાસ અધિકારી ઉપર પણ તપાસ થવી ખૂબ જરૂરી છે.
યુવરાજસિંહ જાડેજાએ વધુમાં કહ્યું કે, ખાસ કરીને આ પ્રકારનું કૌભાંડ ચલાવનાર મુખ્યત્વે શિક્ષણ જગત સાથે સંકળાયેલા અને સીધી કે આડકતરી રીતે ખાનગી સ્કૂલ કે કોલેજો સાથે ઘરોબો ધરાવે છે. આમના જે એજન્ટો છે તે કોઈને કોઈ પ્રાઇવેટ કોચિંગ સંસ્થા સાથે પણ જોડાયેલા છે. ભાવનગર, સુરેન્દ્રનગર કે ગાંધીનગરમાં ચાલતી પ્રાઇવેટ સંસ્થા આ પ્રકારના ગેરકાયદેસર કૃત્યમાં અગ્રેસર જોવા મળે છે. ફ્રોડ માર્કશીટના કૌભાંડોના માધ્યમથી પોસ્ટ ઓફિસોમાં ટપાલી જેવી નોકરીમાં ખોટી રીતે ઘૂસ મારી ધોરણ-૧૦ની પરીક્ષામાં ઊંચી ટકાવારી દેખાડી નોકરી મેળવવામાં આવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ