Team Chabuk- national Desk: મંદી અને મોંઘવારીની રાડારાડ વચ્ચે આંખો પહોળી કરી દેતાં એક સમાચાર આવ્યા છે. સમાચાર છે મોબાઈલની ખરીદીના. સ્માર્ટફોન વેચતી કંપની OPPOએ તાજેતરમાં લોન્ચ કરેલા oppo F19 Pro Seriesના જબરદસ્ત મોબાઈલ OPPO F19 Pro+5G અને OPPO F19 Proએ ભારતીય બજારમાં પ્રથમ સેલમાં જ ધમાલ મચાવી દીધી છે. ફોન લોન્ચ થયાના પ્રથમ સેલના 3 દિવસમાં જ કંપનીએ આ સિરીઝના 2300 કરોડના મોબાઈલ વેચી નાખ્યા છે. આ વેચાણ OPPO કંપની માટે રેકોર્ડ સમાન છે. OPPO Reno5 Pro પછી કંપનીએ oppo F19 Pro Seriesના ફોન માર્કેટમાં લોન્ચ કરીને અન્ય કંપનીઓના માથે પરસેવો વાળી દીધો છે. ઓપ્પો કંપનીના ફોન્સ શાનદાર લુક અને પાવરફુલ કેમેરા માટે જાણીતા છે, તેથી જ ઓપ્પોની એફ સિરીઝના લેટેસ્ટ મોબાઈલ OPPO F19 Pro+5G અને OPPO F19 Proનું બમ્પર વેચાણ થઈ રહ્યું છે.
OPPOએ જ OPPOનો રેકોર્ડ તોડ્યો
OPPO કંપનીના OPPO F19 Pro સિરીઝના મોબાઈલ ફોને વેચાણના મામલામાં OPPO F17 સિરીઝના મોબાઈલને પાછળ છોડી દીધા છે. ગત વર્ષે OPPO F17 સિરીઝના મોબાઈલ લોન્ચ થયા હતા. પ્રથમ દિવસે OPPO F17 સિરીઝના મોબાઈલ્સની સરખામણીમાં OPPO F19 સિરીઝના મોબાઈલ્સના વેચાણમાં 70 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. એટલે કે કહી શકાય કે ઓપ્પોના જ લેટેસ્ટ મોડેલે તેના જુના મોડેલના વેચાણનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
OPPO F19 Proમાં શું છે ખાસ ?
બજારમાં હાલ ધૂમ મચાવી રહેલા OPPO F19 Proમાં એવું શું ખાસ છે કે ગ્રાહકો ખરીદવા માટે હાથ ધોઈને પડી ગયા છે. OPPO F19 Pro ફોનના જો સ્પેસિફિકેશનની વાત કરીએ તો, ફોનમાં 6.4 ઇંચની ફૂલ એચજી પ્લ્સ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિજોલ્યૂશન 1080+2400 પિક્સલ છે. એન્ડ્રોઈડ 11 ઓપરેટિંગ સિસ્ટમ અને Media Tek Helio P95 પ્રોસેસર લગાવવામાં આવ્યું છે. ફોનમાં 48 મેગા પિક્સલ પ્રાયમરી સેન્સર ધરાવતો ક્વોડ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. જે 8MP+2MP+2MP છે. આ ફોનમાં 16 મેગા પિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. OPPO F19 Proમાં 4310 mAh બેટરી છે. જે VOOC ફાસ્ટ ચાર્જિંગ કરે છે.
કિંમત પણ જાણી લો
ઓપ્પોના OPPO F19 Pro Seriesના બન્ને મોબાઈલ્સને Fluid Black અને Space Silver કલર ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. OPPO F19 Proને બે વેરિયન્ટમાં લોન્ચ કરાયો છે. જેમાં 8જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિમત 21,490 રૂપિયા રાખવામાં આવ છે જ્યારે 8જીબી રેમ + 256જીબી સ્ટોરેજ ધરાવતા વેરિયન્ટની કિમત 23,490 રૂપિયા છે. ઓપ્પોએ F19 Pro Seriesના ટોપ મોડલ OPPO F19 Pro+5Gના 8જીબી રેમ+128જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિમત 25,490 રૂપિયા રાખી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત