Homeદે ઘુમા કેIPL 2023: મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં બુમરાહના બદલે આ ધાતક બોલર જોવા મળશે

IPL 2023: મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં બુમરાહના બદલે આ ધાતક બોલર જોવા મળશે

Team Chabuk-Sports Desk: IPL 2023ની આજથી શરુઆત થઈ રહી છે. આઈપીએલ 2023નો પ્રથમ મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાશે. IPLની 16મી સીઝનમાં અનેક સ્ટાર ખેલાડી ઘાયલ થયા હોવાને કારણે અડધી સીઝન મીસ કરશે. આ ખેલાડીઓમાં મુંબઈ ઈન્ડિયન્સનાં ઘાતક બોલર જસપ્રીત બુમરાહ પણ શામેલ છે. મુંબઈની ટીમે બુમરાહની જગ્યા લેનારા ખેલાડીની ઘોષણા હવે કરી દીધી છે. IPL 2023 માટે મુંબઈ ઈન્ડિયન્સે ધમાકેદાર બોલર જસપ્રીત બુમરાહનું રિપ્લેસમેન્ટ શાનદાર ખેલાડી સંદીપ વોરિયર સાથે કરેલ છે. જમણા હાથનો તેજ બોલર સંદીપ, જસપ્રીતની જગ્યાએ ટીમમાં શામેલ થશે.

કોણ છે સંદીપ વોરિયર?

2021માં તેમણે ભારત માટે પદાર્પણ કર્યું હતું, ઘરેલૂ ટૂર્નામેન્ટનાં તેઓ એક અનુભવી ખેલાડી છે. સંદીપે ટી20 પ્રારૂપમાં 69 મેચોમાંથી 200થી વધારે મેચો રમેલ છે. પોતાના કરિયરમાં અત્યારસુધી તેમણે કુલ 362 વિકેટ લીધી છે. સંદીપ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સામે થનારી મેચથી પહેલાં મુંબઈ ઈન્ડિયન્સમાં શામેલ છે.

બેંગ્લુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમી ચૂક્યો છે સંદીપ

31 વર્ષીય સંદીપ આઈપીએલમાં RCB અને KKRનો ભાગ રહી ચૂક્યો છે. IPL લીગનાં 5 મેચોમાં તેમના નામે 2 વિકેટ છે. ભારત માટે રમેલી એકમાત્ર મેચમાં તેમને સફળતા નહોતી મળી. સંદીપ વોરિયરે ઘરેલૂ ક્રિકેટમાં 2012માં તેમણે કેરળ માટે ડેબ્યૂ કર્યું હતું. હાલમાં તેઓ તમિલનાડુ માટે રમે છે. 68 ટી20 મેચમાં તેમના નામે 62 વિકેટ છે. 69 લિસ્ટ એ-મેચમાં 83 અને 66 ફર્સ્ટ ક્લાસ મેચમાં 217 વિકેટ લઈ ચૂક્યાં છે.

મુંબઈ પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, કેમરુન ગ્રીન, ટિમ ડેવિડ, રમનદીપ સિંહ, તિલક વર્મા, પીયૂષ ચાવલા, ઈશાન કિશન,ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવાલ્ડ બ્રેવિસ, જોફ્રા આર્ચર, સંદીપ વોરિયર, અર્જુન તેંદુલકર, અરશદ ખાન, કુમાર કાર્તિકેય, નેહલ વઢેરા, રાઘવ ગોયેલ, ઝેય રિચર્ડસન, આકાશ મઘવાલ,ઋતિક શૌકીન, જેસન બેહરેનડોર્ફ, ડ્યૂન જોનસન, વિષ્ણુ વિનોદ, શમ્સ મુલાની.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments