Team Chabuk-Special Desk: માર્ચ મહિનાના છેલ્લા દિવસે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો હતો. આજે સોનાના ભાવમાં 380 રૂપિયાનો વધારો નોંધાયો છે. પરિણામે આજે તોલા દીઠ ભાવ 59,715 હજારની આંબી ગયા છે. ભાવ વધારાને પગલે સોનુ ફરી એકવાર ઓલ ટાઈમ હાઈ થયું છે. ચાંદીના ભાવ પણ 71,000 ને પાર થયા છે. આજે બિઝનેસ સપ્તાહના પાંચમા દિવસે 59,715 હજારએ પહોંચ્યા હતા. ઇન્ડિયન બુલેટિન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ પર જાહેર થયેલ વિગત મુજબ આજે સોનાનો ભાવ 380 રૂપિયા વધારો નોંધાયો હતો જેને પગલે સોનાના નવા ભાવ 59,715 રૂપિયા એ સ્થિર થયા છે. બીજી તરફ સોના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર પર પહોંચ્યું છે.
સોનાની સાથે આજે ચાંદીમાં પણ મોટો ભાવ વધારો જોવા મળ્યો હતો. ચાંદીમાં આજે 1446 ના વધારા સાથે 71,446 પર પ્રતિ કિલો સ્થિર થઈ હતી. બીજી તરફ બુધવારે ટ્રેડિંગના દિવસે ચાંદી 500 રૂપીયા મોંઘી થઈ હતી અને 70,000 પ્રતિ કિલો પર બંધ થઈ હતી.
મહત્વનું છે કે રામનવમી ની રજાના દિવસે ભાવવધારા અંગે કોઈ સમાચાર સામે આવ્યા ન હતા. ભાવ વધારા સાથે સોનુ ઓલ ટાઈમ હાઈ ભાવથી લગભગ 62 પ્રતિ તોલા દીઠ મોંઘું વેંચાઈ રહ્યું છે. આ આગાઉ 24 માર્ચના રોજ સોનાને સર્વોચ્ચ સ્થાન પર સ્થિર થયું હતું. જે વખતે સોનુ 59,653 રૂપિયા નોંધાયું હતું. તો ચાંદીનો ઓલ ટાઈમ હાઈ ભાવ 79,980 રૂપિયા સ્થિર થઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત