Team Chabuk-Gujarat Desk: સરકાર દ્વારા આગામી દિવસોમાં તુવેર,ચણા તેમજ રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવનાર છે. આ માટે ખેડૂતોએ ફરજીયાત ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ/રવિ સીઝન 2021-22માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાની ખરીદી ગુજકોમાસોલ- અમદાવાદ મારફત કરવામાં આવશે.આ માટે તુવેરના પ્રતિ ૨૦ કિલોના ટેકાના ભાવ રૂપિયા ૧૨૬૦, ચણાના ભાવ રૂપિયા ૧૦૪૬ તેમજ રાયડાનો ભાવ રૂપિયા ૧૦૧૦ નક્કી કરવામાં આવ્યો છે.
આ માટે ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. નોંધણી પ્રક્રિયા તારીખ 1-2થી 28-2 દરમ્યાન વીસીઇ દ્વારા ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત ખાતે કરાવવાની રહેશે. ખેડૂતોએ નોંધણી માટે જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે. એટલે કે આધાર કાર્ડની ઝેરોક્ષ, મહેસુલ રેકોર્ડ ગામ નમૂનો ૭ /૧૨ તથા ૮-અનિ અદ્યતન નકલ,ઇ-ગ્રામ નમૂના ૧૨માં પાક વાવણી અંગેની નોંધણી થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટી ના સહી સિક્કા સાથેનો દાખલો તેમજ પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેંસલ ચેક રજુ કરવાનીનો રહેશે.
નોંધણીની કામગીરીનો તમામ ખર્ચ રાજય સરકાર ભોગવે છે. આથી ખેડૂતોએ નોંધણી માટે કોઈ રકમ ચુકવવાની રહેતી નથી.નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાયતો હેલ્પ લાઈન નંબર ૦૭૯-૨૬૪૦૭૬૦૭ પર સંપર્ક કરવાનો રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત