Team Chabuk-Gujarat Desk: હાલ સોશિયલ મીડિયામાં એક 109 વર્ષના માજીનો તેમના પરિવાર સાથેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં માજીને ખાટલામાં બેસાડીને પરિવારજનો ગીત ગાતા ગાતા ફાર્મ હાઉસમાં ફેરવી રહ્યા છે. તો ચાલો જાણીએ કે આ માજી અને તેમના પરિવાર વિશે.
આજના યુગમાં ઘણા લોકોને પોતાની પાછલી ઉંમર વૃદ્ધાશ્રમમાં વિતવવાનો સમય આવે છે. અથવા તો પોતાના દીકરા પુત્રવધૂ સાથે મનેકમને રહેતા હોય છે. આ જ દીકરાઓ જીવતા પોતાના માતા-પિતાની ખેવના કરતા નથી પરંતુ અવસાન બાદ તેમના નામે દાન, ધર્માદા કરી ખોટા આડંબર કરતા આપણી આજુબાજુમાં જોવા મળે છે.
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ
પરંતુ સંત પુનિત મહારાજ દ્વારા લખાયેલી આ પંક્તિને રાજકોટના વસંતભાઈ લિંબાસીયાએ ખરા અર્થમાં સાર્થક કરી છે. રાજકોટમાં રહેતા વસંતભાઈ લીંબાસીયાના માતુશ્રી ચોથીબાની ઉંમર 109 વર્ષની છે. વસંતભાઈ લિંબાસીયા અને તેનો સમગ્ર પરિવાર 109 વર્ષના ચોથીબાને ખૂબ લાડથી રાખી રહ્યા છે. ખરા અર્થમાં કહીએ તો પોતાના જીવની જેમ સાચવી રહ્યા છે.
ચોથીબાને કેમ ફાર્મ હાઉસમાં ફેરવ્યા?
વાત જાણે એમ છે કે, વસંતભાઈ લિંબાસીયાએ હમણાં થોડા સમય પહેલા જ એક ફાર્મહાઉસ ખરીદ્યુ છે. આથી તેમના માતૃશ્રી ચોથીબાના પગલાં કરાવવા માટે ફાર્મ પર લાવવામાં આવ્યા હતા. ચોથીબા હમણાંથી ચાલી શકતા નથી, તો તેમને ગાડીમાં વાડીએ લાવવામાં આવ્યા હતા. વાડીએ પરિવારની બધી વહુઓ અને દીકરીઓએ ચોથીબાને ખાટલામાં બેસાડીને આખી વાડીમાં ફેરવ્યા હતા. વાડીમાં આવેલા વૃક્ષો સહિત ફાર્મહાઉસનો ખૂણે ખૂણો ગીતો ગાતા ગાતા ચોથીબાને બતાવ્યો હતો.
પોતાના પરિવારના આવા પ્રેમના કારણે ચોથીબાના ચહેરા પર જીવનની પૂર્ણતા અને આનંદ સ્પષ્ટપણે દેખાય છે. જે પરિવારમાં વડીલોની હાજરી ભારરૂપ નહીં પરંતુ આશીર્વાદરૂપ માનવામાં આવતી હોય એ પરિવાર પર પરમાત્માની પ્રસન્નતા સુખ, શાંતિ અને સમૃદ્ધિ રૂપે ઉતરતી હોય છે. આ વીડિયોને જોઈને લોકો પણ કરી રહ્યા છે. પુત્ર અને પરિવાર હોય તો વસંતભાઈ જેવા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત