Homeગુર્જર નગરીરાજકોટમાં CAનો અભ્યાસ કરતા 25 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત

રાજકોટમાં CAનો અભ્યાસ કરતા 25 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ અટેકના કિસ્સામાં ચિંતાજનક વધારો થયો છે. રાજકોટમાં હોર્ટ એટેકથી CAનો અભ્યાસ કરતા 25 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. 25 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. અભ્યાસ કરતા યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, મૃતક યુવક ધેવત પંડ્યા CAના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો.

ડોક્ટરનું માનવુ છે કે, યુવાનો અને વૃદ્ધોના અકાળ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક છે. હાર્ટ એટેકના કારણે ઘણા લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થાય છે જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઈ જતી વખતે તો ઘણા હોસ્પિટલમાં લઇ ગયા બાદ મૃત્યુ પામે છે.

સ્ટ્રેસ લેવોઃ વધુ પડતો સ્ટ્રેસ લેવુએ હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે. હાલના સમયમાં યુવાનોમાં પણ સ્ટ્રેસ (તણાવ) વધ્યો છે. આર્થિક, પારિવારિક કારણો, પરિવારમાં કોઈનું આકસ્મિક મૃત્યુ, સમયનો અભાવ કે અન્ય કારણોસર યુવાનોમાં તણાવ વધ્યો છે. જે હાર્ટ એટેકનું મોટું કારણ છે. હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે.

doctor plus

પૂરતી ઊંઘ ન લેવીઃ પૂરતી ઊંઘ ન મળવાથી કે લેવાના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે. આજકાલ યુવાનોમાં મોબાઈલનો ઉપયોગ વધુ પડતા સ્ટ્રેસ કે અન્ય કારણોસર પૂરતી ઊંઘ નથી આવતી. જેના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે.

ખરાબ ડાયેટઃ આજના યુવાનો હેલ્ધી ડાયટ નથી લેતા. યુવાનોમાં ફાસ્ટ ફૂડનું સેવન ઝડપથી વધ્યું છે. બજારમાં તળેલી વસ્તુઓ વધુ ખાવાથી હાર્ટ એટેકના કેસ પણ વધી ગયા છે.

જેનેટિક કારણોઃ પરિવારમાં જો કોઈ વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તેમણે વધુ સતર્ક રહેવાની જરૂર છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ જીનેટિક્સ છે. તેથી, જો તમારા પરિવારમાં કોઈનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તમારી જાતનું વિશેષ ધ્યાન રાખો.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments