HomeસિનેમાવાદAkanksha Dubey Death Case: એક્ટ્રેસ આકાંક્ષા દુબેના અંડર ગારમેન્ટ્સમાં મળ્યું સ્પર્મ, આરોપીઓનો...

Akanksha Dubey Death Case: એક્ટ્રેસ આકાંક્ષા દુબેના અંડર ગારમેન્ટ્સમાં મળ્યું સ્પર્મ, આરોપીઓનો થશે DNA ટેસ્ટ

Team Chabuk-Entertainment Desk: વારાણસીમાં ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેના કપડાનો રિપોર્ટ આવ્યો છે. આકાંક્ષાના અંડરગારમેન્ટમાં સ્પર્મ મળી આવ્યું છે. શંકાના આધારે હવે ભોજપુરી ગાયક સમર સિંહ સહિત 4 આરોપીઓના DNA ટેસ્ટ કરવામાં આવશે. સારનાથ પોલીસે કોર્ટ પાસે તેની પરવાનગી માંગી છે. આકાંક્ષા દુબેના વિસેરા, કપડાં, અને અન્ય નમૂનાઓ પેથોલોજીકલ અને ફોરેન્સિક તપાસ માટે લેવામાં આવ્યા હતા. આના પરથી કપડાનો રિપોર્ટ આવ્યો છે.

જે ચાર લોકોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે તે ગાયક સમર સિંહ અને મિત્રો સંજય સિંહ, અરુણ પાંડે અને સંદીપ સિંહ છે. સમર અને સંજય પર આકાંક્ષાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. આકાંક્ષા દુબેના વકીલ શશાંક શેખરે કહ્યું કે, અમે કોર્ટમાં બળાત્કાર બાદ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. હવે કપડાના રિપોર્ટ આવ્યા બાદ શંકા વધુ ઘેરી બની છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments