Homeગુર્જર નગરીપોરબંદર જિલ્લામાં રાજ્ય સરકારની U-WIN કાર્ડ અને ઇ-નિર્માણ કાર્ડ યોજના અન્વયે વિસાવાડા...

પોરબંદર જિલ્લામાં રાજ્ય સરકારની U-WIN કાર્ડ અને ઇ-નિર્માણ કાર્ડ યોજના અન્વયે વિસાવાડા ગામે કેમ્પ યોજાયો

Team Chabuk-Gujarat Desk: પોરબંદર જિલ્લામાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટેના યુ-વીન કાર્ડ યોજનાનું તથા બાંધકામ શ્રમયોગીઓ માટે ઇ-નિર્માણ કાર્ડનું મુખ્યમંત્રી દ્વારા ઇ-લોન્ચીંગ કરવામાં આવ્યું છે. જેથી વધુમાં વધુ અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ નોંધણી થાય અને યુ-વીન કાર્ડ અને બાંધકામ શ્રમયોગીઓ ઇ-નિર્માણ કાર્ડ મેળવી શકે તે માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, પોરબંદર તથા મદદનીશ શ્રમ આયુકતની કચેરી દ્વારા તા. ૨૪ ના રોજ વિસાવાડા ગામે કોમ્યુનીટી હોલમાં યુ-વીન કાર્ડ અને ઇ-નિર્માણ કાર્ડ યોજના અન્વયે કેમ્પ યોજાયો હતો.

જેમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, પોરબંદરના પ્રોજેકટ મેનેજર મગનભાઇ મકવાણા દ્વારા ઇ-નિર્માણ કાર્ડ યોજના વિશેની સંપૂર્ણ યોજનાકીય માહિતી આપવામાં આવી. જેમ કે, કાર્ડ કઈ રીતે કઢાવવું, કાર્ડમાં શું લાભ મળે તે લાભ કઇ રીતે મેળવવો વગેરે. મદદનીશ શ્રમ આયુકતની કચેરી, પોરબંદર તરફથી ઉપસ્થિત આસીસ્ટન્ટ લેબર કમિશ્નનર શ્રી બી. એમ પટેલ દ્વારા યુ-વીન કાર્ડ યોજનાની માહિતી આપવામાં આવી હતી.   

આ કેમ્પ ખાતે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, પોરબંદરના પ્રોજેકટ મેનેજર મગનભાઇ મકવાણા, મદદનીશ શ્રમ આયુકતની કચેરી, પોરબંદરના આસીસ્ટન્ટ લેબર કમિશ્નનર શ્રી બી. એમ પટેલ, CSC સેન્ટરનો સ્ટાફ અને ધનવંતરી રથનો સ્ટાફ સહિત વિસાવાડા ગામના શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પોરબંદર તાલુકા પંચાયત ઓફિસમાં યોજાયેલ તલાટી મંત્રીઓની મીટીંગમાં તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યુ-વીન કાર્ડ અને ઇ-નિર્માણ કાર્ડ યોજનાનો અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો વધુ પ્રમાણમાં લાભ મેળવે તે હેતુથી માહિતી આપવામાં આવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments