Homeગુર્જર નગરીવેસ્ટમાંથી બેસ્ટઃ GTUના વિદ્યાર્થીઓએ ઈલે. બાઈક બનાવી, 25 પૈસામાં 1 કિલોમીટર દોડતી...

વેસ્ટમાંથી બેસ્ટઃ GTUના વિદ્યાર્થીઓએ ઈલે. બાઈક બનાવી, 25 પૈસામાં 1 કિલોમીટર દોડતી હોવાનો દાવો

Team Chabuk-Gujarat Desk: તાજેતરમાં છત્તીસગઢના રાયગઢમાં એક નેશનલ ઈનોવેશન ફેસ્ટીવલ-2021 યોજાયો. જેમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાં ઈનોવેશન એન્ટરપ્રિન્યોરશીપમાં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ ઝળક્યા છે. અર્પિત ચૌહાણ અને કાર્તિક આત્રેયાના સ્ટાર્ટઅપને રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન મળ્યું છે. જે બદલ બંનેને પ્રોત્સાહન રૂપે 35 હજાર રૂપિયાનું ઈનામ પણ મળ્યું છે. હવે બંને વિદ્યાર્થીઓનું આ ઈનોવેશનન આંતરરાષ્ટ્રીય કક્ષાએ “રિલોકેટ ટુ ફિનલેન્ડ” સ્પર્ધામાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.બંને વિદ્યાર્થીઓએ સંયુક્ત રૂપે એક ઈલેક્ટ્રીક બાઈક તૈયાર કરી છે. પેટ્રોલ બાઈકમાં કન્વર્ઝન કીટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રીક બાઈક તૈયાર કરી છે.

રાયપુર ખાતે આવેલી ઓપી જિન્દાંલ યુનિવર્સિટી દ્વારા આયોજીત નેશનલ ઈનોવેશન ફેસ્ટીવલ- 2021માં વિવિધ સ્ટાર્ટઅપની 4000થી વધુ અરજી આવી હતી. ફાઈનલ રાઉન્ડ માટે 12 ટીમની પસંદગી કરાઈ હતી. જેમાંથી GTU સ્ટાર્ટઅપ અર્કી મોટર્સને પ્રથમ નંબરે વિજેતા  જાહેર રાઈ હતી.

અર્પિત અને કાર્તિકે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિને આર્થિક રીતે પરવડી શકે અને વાતાવરણ પણ પ્રદૂષિત ન થાય તે માટે આ બઈકનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોઈ પણ પેટ્રોલ બાઈકને માત્ર 15થી 20 હજાર રૂપિયાના ખર્ચે ઈલેક્ટ્રીક બાઈકમાં રૂપાંતરીત કરી શકાય છે. ઈલેક્ટ્રીક કન્વર્ઝન બાઈકમાં હવા અન ધ્વનિ પ્રદૂષણ નહિવત માત્રામાં થાય છે. આ બાઈક રસ્તા પર 60થી 120 કિલોમીટર/  કલાકની ઝડપે દોડી શકે છે.

અર્પિતે કહ્યું હતું કે, 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવાની નીતિ બનાવાઈ છે. અમારા નોવેશનથી આવા વાહનોને ઈલેક્ટ્રીકલ વાહનમાં રૂપાંતરિત કરી શકાશે. આમ વાહનો સ્ક્રેપ નહીં કરવા પડે અને તે ઉપયોગમાં પણ આવી જશે.

બંને વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે, આ બાઈક પર મુસાફરી કરવામાં એક કિલોમીટરના માત્ર 25 પૈસા જ ખર્ચ થશે. તેમણે કહ્યું કે, બાઈકમાં ચાર લેટેસ્ટ અને બે લિથિયમ બેટરીનો ઉપયોગ કરાયો છે. જેને ચાર્જ કરવા માટે માત્ર 2 યુનિટનો વપરાશ થશે.

આ મુદ્દે GTUના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, સૌરઉર્ઝા અને વૈકલ્પિક ઉર્જાનો વપરાશ વધારવા માટે આ પ્રકારના સ્ટાર્ટઅપ ખૂબ ઉપયોગી નિવડશે. તેમની સફળતા બદલ સમગ્ર GTU પરિવાર ગૌરવની લાગણી અનુભવી રહ્યું છે. આ ઉપરાંત GTUના કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને GSMSના ડાયરેક્ટર ડૉ. પંકજરાય પટેલ અને મેન્ટર તુષાર પંચાલે વિદ્યાર્થીઓને નેશનલ લેવલે આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments