Team Chaubk-Gujarat Desk: રાજ્ય સરકારે નાના ભૂલકાઓ માટે વધુ એક નિર્ણય લીધો છે જેનાતી ગુજરાતમાં આંગણવાડીમાં જતાં હજારો વિદ્યાર્થીઓને નવી ઓળખ મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગરીબ મધ્યમ વર્ગીય પરિવારોના બાળકો માટે માટે સંવેદના સ્પર્શી અભિગમ દાખવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યભરની આંગણવાડીઓના 14 લાખ બાળકોને વિના મૂલ્યે યુનિફોર્મ વિતરણની આગવી પહેલ કરી છે.
આવી આગવી પહેલ કરનારું દેશમાં ગુજરાત પહેલું રાજ્ય બન્યું છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂલકાઓને ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાને કેટલાક બાળકોને પ્રતીક રૂપે યુનિફોર્મની ભેટ અર્પણ કરી હતી.
53,029 આંગણવાડીઓના બાળકોને લાભ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિર્ણય બાદ રાજ્યની 53,029 આંગણવાડીઓના નાના ભૂલકાઓને આ યુનિફોર્મથી નવી ઓળખ મલશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 36 કરોડ 28 લાખના ખર્ચે આકાર પામેલી આ યુનિફોર્મ વિતરણ યોજનાનો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા શુભારંભ કરાવ્યો હતો.

સુખડીનું વિતરણ કર્યું હતું
કોરોનાકાળ દરમિયાન રાજ્યના 3 થી 6 વર્ષના 16 લાખ જેટલા ભૂલકાઓને પોષણક્ષમ આહાર માટે દર અઠવાડિયે 1 કિલો ગ્રામ સુખડી આપવાની ગુજરાતની પહેલ પણ ગુજરાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનમાં કરી છે.
‘હેન્ડ વોશ’ કેમ્પેઈનમાં રેકોર્ડ
આ ઉપરાંત કોરોના સંક્રમણકાળમાં મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજીત ‘હેન્ડ વોશ’ કેમ્પઇનમાં એક સાથે પાંચ લાખ બહેનોએ પાંચ હજાર સ્થળોએ જોડાઇને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ ગૌરવ સિદ્ધિ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનનું પ્રમાણ પત્ર તેમના પ્રતિનિધિએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને અર્પણ કર્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ગૌરવ સિધ્ધિ માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગને અભિનંદન આપતા આ પ્રમાણપત્ર વિભાગને એનાયત કર્યું હતું
આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપત વસાવા, રાજ્યમંત્રી વિભાવરીબેન દવે મહિલા બાળ વિકાસ કમિશનર કે કે નિરાલા તેમજ આઇ સી ડી એસ નિયામક મોદી ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે આ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લા મથકો-મહાનગરોમાં પદાધિકારીઓ યુનિફોર્મ વિતરણના વર્ચ્યુલ કાર્યક્રમમાં જોડાયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત